કવિતા | લ્યા ભગત, સમાજના ભૂવાઓ

નીતનવી માતા તારા કોઠે આવે..
પરદે રાખીને, સધી સિકોતર જોડે હરભરૂ વાતો કરે..
તું…..
એક જ વેણમા તું વિરોધીઓને
લોહીના કોગળા કરાવે..
પણ, જે રીતે..
રાજકીય ભુવાના કોઠે..
કદી મદી આવે છે આંબેડકર..
ને પછી એ ધૂણતો રહે, પાંચેય વરસ,
બાબા સાહેબના નામનું..
ને સતત ફેંકતો રહે નારીયેળ એના ઘર તરફ..
ઓ મારા સામાજિક ભુવા..
તું પણ ગા…
બાબાસાહેબની રેંગડી..
તૂ પણ વગાડ ડાકલાં ભીમરાવ તણાં
તું પણ માળા ફેરવ
સંવિધાનના નામની..
પણ મારા અભણ હરામખોર ભુવા!
એ માટૈ તારે ભણવું પડશે..
સમાજશાસ્ત્ર…
સંવિધાન..
નૃવંશશાસ્ત્ર..
રાજયશાસ્ત્ર
તારા પુરખાઓની બદલાયેલી ભુગોળ
અને તારો ઈતિહાસ…
જેમા ક્યાય નથી, આ તારી માતાઓ!
જેની સાથે હવામા તું વાતો કર્યા કરે. ..
સાલા હરામી….
– ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા