નેતાઓ, રાજકારણ એ જે તે પ્રજાનો અરીસો છે.

એક કહેવત છે, ”જેવો રાજા, તેવી પ્રજા.” પણ આ રાજાશાહીના સમયની કહેવત છે. આજે લોકશાહીમાં કહેવત છે, ”જેવી પ્રજા, તેવો શાસક.”
ચૂંટણીના મુદ્દાઓ પરથી પ્રજાની માનસિકતા અને પ્રાથમિકતા આપણને ખ્યાલ આવે છે. રખે કોઈ એવું માને કે નેતાઓ ખરાબ છે, એટલે બિનજરૂરી મુદ્દાઓ ઉભા કરે છે. નેતા એ જે તે પ્રજાના પ્રતિનિધિઓ છે. પ્રજાની જરૂરિયાત, માનસિકતા, ધર્મ, જાતિ, સભાનતા, અંધશ્રદ્ધા, વિગેરે બાબતોનો અરીસો છે. રાજસ્થાનમાં દર ૫ વર્ષે સરકાર બદલી નાંખવામાં આવે છે અને ગુજરાતમાં પહેલા ૩૫ વર્ષ કોંગ્રેસ અને પછી ૩૫ વર્ષ ભાજપ. આમ, ગુજરાતની પ્રજા સત્તા પરિવર્તનથી ડરે છે, એમ કહી શકાય. કેટલાંય રાજ્યોમાં સ્થાનિક પાર્ટીઓ જ જીતે છે અને ગુજરાતમાં રાષ્ટ્રીય પાર્ટીનો ચસ્કો છે. આમ, રાજકારણ, નેતાઓ એ પ્રજાની માનસિકતાનું પ્રતીક છે, સમાજનો અરીસો છે. જ્યાં સુધી સમાજમાં પરિવર્તન નહીં આવે ત્યાં સુધી રાજકારણમાં પણ પરિવર્તન નહીં જ આવે.
આપણે જાતિવાદી-કોમવાદી છીએ તે જાહેરમાં સ્વીકારવું નથી એ અલગ બાબત છે પણ ”જાતિ અને ધર્મ”નું ફેક્ટર આજે પણ રાજકારણમાં ખુબ મોટો ભાગ ભજવે છે. ચૂંટણીના મુદ્દાઓ, રાજકીય
પાર્ટીના હોદ્દાઓ, નેતાઓના ભાષણો અને સરકાર બનાવ્યા બાદ તેમની નીતિઓ સ્પષ્ટ કરે છે કે જાતિ અને ધર્મ ભારતની રાજનીતિના બે મુખ્ય ચાલકબળો રહ્યા છે.
તમે જુઓ કે, વર્ષોથી મળેલ દલિત, આદિવાસી, ઓબીસીનું આરક્ષણ લાગુ કરવામાં લગભગ દરેક સવર્ણ હિન્દુ પાર્ટીની સરકાર ઠાગાઠૈયા કરે છે અને ગેરબંધારણીય સવર્ણ આરક્ષણ લાગુ કરવામાં દિવસ-રાત એક કરી દે છે. સવર્ણ આરક્ષણ લાગુ કરવાં રાતોરાત પરિપત્રો, ઓફિસ માટે જગ્યાઓ, ભરતી જાહેરાતો થઇ જાય છે. તમે દલિત, આદિવાસી, ઓબીસી અને સવર્ણ આરક્ષણ માટેની યોજનાઓના નિયમો સરખાવો તો સ્પષ્ટ રીતે સમજાશે કે જાતિગત ભેદભાવ એ ભારતીય રાજનીતિનું અભિન્ન અંગ છે.
તેવું જ ધર્મની બાબતમાં છે. અશાંતધારો, લવ જિહાદ કાયદો, ઝ્રછછ, વિગેરે ધાર્મિક ભેદભાવ આધારિત કાયદાઓ છે. અને માઈનોરીટીને ડરાવી મેજાેરીટી ગણાતા હિન્દુઓના વોટોનું ધ્રુવીકરણ કરવાનો કારસો છે. તમે જુઓ કે આ કાયદા વિરુદ્ધ હિન્દુઓએ કોઈ મોટા આંદોલન નથી કર્યા પણ માઈનોરિટીએ કર્યા છે. એ રીતે આરક્ષણ, એટ્રોસિટી વિરુદ્ધ આવતા ચુકાદા કે પોલિસીઓનો વિરોધ પણ આરક્ષિત સમાજ જ કરે છે. ન્યાયપ્રિયતા સવર્ણ હિંદુઓમાં જાેવાં મળતી નથી. એ ૧-૮-૨૦૧૮ના ગેરબંધારણીય ઠરાવમાં, એલઆરડી આંદોલનમાં આપણે જાેયું.
તો… ભારતની રાજનીતિ સમજવી હોય અને તેમાં ભાગ લેવો હોય તો ભારતીય રાજનીતિના આ બે મુખ્ય અંગો, જાતિ અને ધર્મ, સમજવા ખુબ જરૂરી છે. હિન્દુ ધર્મના નામે, પોતે હરહંમેશ શ્રેષ્ઠ બની રહે તે માટે, બ્રાહ્મણોએ જે ગ્રંથો લખ્યા છે, તેના કારણે ભારતમાં જાતિઓ ઉત્પન્ન થઇ અને તે જાતિઓ સદીયોથી પોતાની જાતિની જ ચિંતા કરી છે. અને પોતાની જાતિના ઉત્થાન માટે બીજી જાતિનું નુકશાન કરવું પડે, તોપણ ખચકાતી નથી.
આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રમુખ તરીકે ગોપાલ ઈટાલીયા (પાટીદાર)ની નમણૂક કરવામાં આવી છે. હવે તમે જ વિચારો કે ગોપાલ ઇટાલિયાને રાજકારણનો એવો તો કયો અનુભવ છે કે એક પાર્ટીના પ્રમુખ બની શકે? ના એ કોઈ દિવસ ચૂંટણી લડ્યા, ના જીત્યા, ના ક્યારેય કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તા રહ્યા. તો લાયકાત શું? તેમની એકમાત્ર લાયકાત એટલે તેમની જાતિ. પાટીદાર સમાજના હોવું એ જ મૂળ અસલ લાયકાત. શું ગોપાલ પાટીદારના બદલે ઠાકોર, કોળી, દેવીપૂજક એવાં કોઈ સમાજમાંથી હોત તો સીધા પ્રમુખ બનાવત? ભૂતકાળમાં ઁછજીજી સાથે સંકળાયેલ હોવું એ જ લાયકાત. અને તમે જુઓ કે ગોપાલ ઈટાલીયાના પ્રમુખ બન્યા બાદ પાટીદારો પણ મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જાેડાયા. તો સવાલ એ થાય કે આમ આદમી પાર્ટીમાં જાેડાવું જાેઈએ એ પાટીદારોને પહેલા નોહતી ખબર? ગોપાલ ઇટાલિયા જાેડાયા બાદ જ
પાટીદારોને ખબર પડી? કે આપમાં જાેડાવા જેવું છે! આ જ છે જાતિનું ફેક્ટર. જે રાજકારણમાં આપણે બધાએ સમજવાનું છે.
આ જ રીતે બીજું ઉદાહરણ સમજાે. છૈંસ્ૈંસ્.
હાલ છૈંસ્ૈંસ્ માં મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં જાેડાઈ રહ્યા છે. ભાજપ-આરએસએસએે મુસલમાનનો ડર બતાવી હિન્દુ મતોનું ધ્રુવીકરણ કર્યું. કોંગ્રેસે મુસ્લિમ વોટ ના ગુમાવવી પડે તે માટે મુસલમાનોનું તુષ્ટિકરણ કર્યું. અને વર્ષો સુધી મુસલમાનોનું પ્રતિનિધિત્વ ખતમ કરવાનું રીતસરનું ષડયંત્ર ચાલ્યું. હાલત એ થઇ કે મુસ્લિમ બહુમતી હોવા છતાંય ત્યાં મુસ્લિમ ઉમેદવાર હારી જતો. ૧૦% વસ્તી પ્રમાણે ૧૮ ધારાસભ્યો હોવા જાેઈએ એના બદલે માત્ર બે ધારાસભ્યો જ મુસ્લિમ છે. આ બાબતથી મુસ્લિમ સમાજ સારી રીતે વાકેફ હતો પણ વિકલ્પ ના હોવાના લીધે કાંઈ કરી નોહ્તો શકતો. અને જયારે છૈંસ્ૈંસ્ પાર્ટી ગુજરાતમાં આવવાની છે તેવી જાહેરાત થઇ તો આ બધા જ અસંતુષ્ટ મુસ્લિમો છૈંસ્ૈંસ્ પાર્ટીમાં મોટી સંખ્યામાં જાેડાયા. તમે અહીં જુઓ કે સવર્ણ હિન્દુ પાર્ટીઓએ ધર્મ આધારિત ભેદભાવ કર્યો અને તેના લીધે જ છૈંસ્ૈંસ્ પાર્ટીનો ગુજરાતમાં ઉદય થયો.
હવે કોઈ કહે છે ધર્મ આધારિત પાર્ટી ના હોવી જાેઈએ તો એણે આ સવાલ ભાજપ-કોંગ્રેસ-આપને કરવો જાેઈએ કે તમે લોકોએ જાતિ અને ધર્મની રાજનીતિ કેમ કરી? અને જયારે તમે આ સવાલ કરશો તો જવાબ મળશે કે, ”ભારતની બહુમત હિન્દુ પ્રજા આ જ ઈચ્છે છે.”
તમને સ્વાભાવિક સવાલ થાય કે, ”કૌશિકભાઈ બહુમત હિન્દુ પ્રજા ક્યાં ઈચ્છે છે?”
તો સાંભળો,
એલઆરડી આંદોલન પહેલા તલાટી ભરતી કૌભાંડ થયું હતું. તેમાં ઉમેદવારો શું કહેતા હતા? ”અમને સરકારથી વાંધો નથી, બસ આ ભરતી રદ કરી, નવેસરથી ભરતી કરો.” અને એ પણ કહેતા હતા કે, ”સરકાર વિરોધી નારા કોઈએ બોલાવવા નહીં.” મતલબ તમને જે અન્યાય કરે છે એ સરકાર તમારે કાઢવી નથી, એની વિરુદ્ધ નારા નથી બોલાવવા. બસ! આ ભરતી કૌભાંડ એક ક્લિયર કરી આપો. હાલ ચાલતા ખેડૂત આંદોલનમાં પણ કેટલાંક ખેડૂત નેતાઓ છે જે બિનરાજકીય વિરોધ કરવાનું કહે છે. આ લોકો પોતાના પર અત્યાચાર કરનાર સરકાર વિરુદ્ધ બોલવા નથી માંગતા. બસ કાયદો રદ્દ કરો એટલે ખુશ! આવા તો કાંઈ કેટલાય આંદોલનો આપણે ગુજરાતમાં જાેયાં કે સરકાર વિરુદ્ધ નારા નહીં બોલાવવાના, સરકાર વિરુદ્ધ અસંતોષ વ્યક્ત નહીં કરવાનો. અહીં પ્રજાની ભાજપ સરકાર સાથેની સાંઠગાંઠ છતી થાય છે. આવી પ્રજા વિશ્વમાં ક્યાંય ના મળે.
એટલે જયારે પ્રજા જ પોતાના શોષણકર્તા સામે ખુલીને લડવા ના માંગતી હોય તો રાજકીય પરિવર્તન ક્યાંથી આવે?
પરિવર્તનનો મુળભુત નિયમ છે, પછી એ પરિવર્તન રાજકીય હોય કે સામાજિક હોય કે ધાર્મિક હોય…. , ”હાલની ચાલુ સ્થિતિ, વર્તમાન સ્થિતિ પ્રત્યે અસંતોષ હોવો જાેઈએ.” ગુજરાતમાં પ્રજાને સરકાર પ્રત્યે અસંતોષ છે જ નહીં.” કદાચ એક-બે મુદ્દા પર સરકાકર સામે અસંતોષ હોય પણ એ અસંતોષ એટલો મોટો નથી કે ભાજપને વોટ આપવાનું બંધ કરી શકાય. ધારો કે, ભાજપે ફિક્સ પે, કોન્ટ્રેક્ટ, આઉટ સોર્સથી શોસણ કર્યું તો એની સામે રામમંદિર પણ બનાવ્યું ને! ગુજરાતમાં ભરતી કૌભાંડો થાય છે તો એની સામે આર્ટિકલ ૩૭૦ રદ્દ ના કર્યો? માન્યું કે ગુજરાતમાં તાનાશાહી જેવો માહોલ છે પણ તેની સામે ઝ્રછછ લાવ્યા ને! અહીં આ ખુબ સમજવા જેવી બાબત છે. ”બહુમત પ્રજાના એજન્ડા રામમંદિર, ઝ્રછછ, આર્ટિકલ ૩૭૦, પાકિસ્તાનને જવાબ, વિગેરે છે. નોકરી, સ્વાસ્થ્ય, શિક્ષણ વિગેરે નથી.” આ લીટી ફિરવાર ધ્યાનથી વાંચો. ”બહુમત પ્રજા” એ બહુમત પ્રજા કે જેના વોટ થકી ભાજપ બહુમત સિદ્ધ કરે છે અને સરકાર બનાવે છે. હું તમારી અને મારી વાત નથી કરી કર્યો, જે લઘુમત છે અને દિવસ-રાત દરેક મુદ્દે લડે રાખે છે. અહીં આપણે બહુમત લોકોની વાત કરી રહ્યા છીએ.
એટલે જ્યાં સુધી ગુજરાતની બહુમત પ્રજામાં વર્તમાન સરકાર પ્રત્યે અસંતોષ પેદા નહીં કરો ત્યાં સુધી ગુજરાતમાં કોઈ રાજકીય પરિવર્તન નહીં આવે. ગુજરાતનો બહુમત સમાજ ભાજપથી ખુશ છે અને એટલે જ ભાજપ વારંવાર જીતે છે અને આવું જ ચાલું રહ્યું તો આગળ પણ જીતશે જ. (અહીં ભાજપ વર્તમાન સરકાર છે એટલે ભાજપ લખ્યું છે, ૧૯૯૫ પહેલા હું આર્ટિકલ લખત તો કોંગ્રેસ લખત અને ”મુસ્લિમ તુષ્ટિકરણ” પર વધારે લખત. વર્તમાન પર લખીએ તો લોકોને સમજાય જલ્દી.)
એટલે, ” જાે નેતાઓ બદલવા હોય તો પહેલા પ્રજાને બદલો.” અંતે માન્યવર કાંશીરામ સાહેબની વાતથી હું આર્ટિકલ પૂરો કરું, પણ તમારે શરૂઆત કરવાની છે. ”રાજકીય પરિવર્તન માટે સૌ પ્રથમ સામાજિક પરિવર્તન જરૂરી છે.”
– કૌશિક શરૂઆત