તૂટેલા રોડની ફરિયાદ કરતાં લોકોને મુહતોડ જવાબ. ભક્તોનો આશાવાદ.

“ભક્તોનો આશાવાદ”
– તમને સાલાઓને ખાડા જ દેખાય છે.. બે ખાડા વચ્ચેનો રોડ નથી દેખાતો? હરામખોરો…
– ચમચાઓ… પાડ માનો આ સરકારનો! તમે ખાલી ખાડામા પડ્યા છો ખાઈમા નહી….
– ખાડા ન હોત તો વરસાદનું બધુ પાણી તમારા ઘરમા આવી જાત… કાંઈ સમજણ તો પડતી નથી…
– થોડા દિવસ પછી નળમા પાણી નહી આવે ત્યારે આ ખાડાનુ જ પાણી કામમા આવશે નાલાયકો…
– રસ્તા તુટયા છે, હાડકા તુટ્યા છે, કયાક દિલ તુટયુ છે.. ક્યાય કયાક માણસો પણ તુટયા છે… તો શુ? તુટવું અને જોડાવું બધુ ઈશ્વરને આધિન છે… નાસ્તિકો..
– કાલે ખુદ હુ ખુદ ખાડે પડ્યો હતો… છે કોઈ ફરિયાદ.. પીડા સહન કરી. પણ ઉફ નથી કરી.. ભક્ત બનો તો આવા બનો.. નીચ લોકો…
– રોડ તો શ્રીમંત ઓરતના ઘરેણાં જેવા હોય છે. નવા બનાવો… તોડો…વળી પાછા નવા બનાવો… કાંઈ ખબર ન પડે ને હાલી નિકળ્યા છો…
– મોન્સૂન પ્લાનને ધોવા માટે જ વરસાદ પડે છે.. તમને દાળવડા ખવડાવવા નથી પડતો.. શુ સમજયા..
– હવે અમે કંટાળ્યા છીએ… મન તો થાય છે કે સાહેબને કહી વરસાદ જ બંધ કરાવી દઉ… પછી તમારી દયા આવી જાય છે. સાલા અહેસાનફરામોશ લોકો…
– ખાડા વરસાદની બાયપ્રોડકટ છે એને માણતા શિખો અરસિકો….
– જેમ વરસાદ પડે છે તેમ ખાડા પડે છે.. કોઇ દિવસ એવુ બન્યુ છે કે ખાડા પડે તેમ વરસાદ પડે.. બસ આ જ અમારો ચમત્કાર છે..
– રોડ હતો તો ખાડા પડ્યા ને…? આટલુ સીધુ લોજિક કેમ નથી સમજતા… વિકાસનો આટલો શાનો વિરોધ?
– મુંગા રહીને સહન કરવુ. એ આદર્શ અને આગવો ભારતીય સદ્ ગુણ છે.. એને જલ્દીથી જીવનમાં ઉતારો દૈશદ્રોહીઓ…
– પાકિસ્તાનમા રોડ નથી. રસ્તા નથી. ખાડા નથી. ખાઈ નથી. અને વરસાદ પણ નથી… ખબર છે તમને? વાત કરો છો…પાડ માનો કે તમે ભારતીય નાગરિક છો..
#કટાક્ષ
ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા