જેહાદનો સાચો મતલબ

આજે આપણે એક એવા શબ્દ ની વાત કરીશું કે જે દુનિયામાં સૌથી વધારે બદનામ છે. એ શબ્દ છે જેહાદ અથવા જેહાદ. ખરેખર જેહાદ શબ્દ નો જે મતલબ દુનિયામાં નીકાળવામાં આવ્યો છે તે મતલબ છે (જંગ,યુદ્ધ) જેને ઇસ્લામ ધર્મ સાથે કોઈ સંબંધ જ નથી. ઇસ્લામમાં જંગ અથવા યુદ્ધ માટે એક અલગ શબ્દ છે જે છે (કિતાલ).
જેહાદ નો સીધો અર્થ ઇસ્લામમાં જીદદોજેહદ, અન્યાય ની સામે લડવું છે.
1.અન્યાય ની સામે લડવું જેમ કે અમીરો દ્વારા ગરીબો સાથે થતો અન્યાય, છૂત અછૂત, ઉચ નીચ, કાલા ગોરાનો ભેદભાવ, ધર્મના નામે ભેદભાવ,જાત-પાતનો ભેદભાવ, વગેરે આવા તમામ ભેદભાવ સામે લડવું.
2. માણસે પોતાના જીવનમાં હલાલની સાથે રહીને હરામ, ભ્રષ્ટાચાર, જૂઠ, કપટ, વ્યભિચાર, વગેરે તમામ પ્રકારના ખોટા કામોથી બચવા માટે જે તકલીફો ઉઠાવે છે અને પોતાના જીવનનો નિર્વાહ કરવા જીદદોજેહદ કરે છે. તેવા તમામ હલાલ કામોમાં હરામથી બચવા પડતી તકલીફો જેહાદ તરીકે ઓળખવામાં આવે છે.
હજરત મોહમ્મદ(સ.અ.વ) તેમની છેલ્લી કથામાં કીધું હતું કે, ના કોઈ અરબ બીજા જે બિન અરબથી મોટા છે, ના કોઈ ગોરા લોકો કાળા લોકોથી ઉપર છે, આપણે બધા જ એક આદમ(અ. સ.) ની ઓલાદ છે, જે માટીમાંથી બનેલા છે એ જ માટીથી પાછું મળવાનું છે.
– સાબિર પટેલ