અહેવાલ – બહુજન સાહિત્ય અનુવાદ સેમીનાર

Wjatsapp
Telegram

તારીખ ૧૩ ઓક્ટોબર ૨૦૧૯ના રોજ, ગુજરાતી સાહિત્ય પરીસદ ખાતે ગુજરાતનો પહેલવહેલો બહુજન સાહિત્ય અનુવાદ યોજાયો.

બહુજન સાહિત્ય મોટેભાગે હિંદી અથવા અંગ્રેજીમાં જ ઉપલબ્ધ છે. ગુજરાતીમાં બહુજન સાહિત્ય ખુબ જ ઓછા પ્રમાણમાં છે. તે બાબતે કાર્યક્રમના આયોજક આયુ. કૌશિક શરૂઆતે ચિંતા વ્યક્ત કરી હતી. અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના બધા જ ગ્રંથો સહીત અન્ય બહુજન સાહિત્ય ગુજરાતીમાં અનુવાદ કરવું, લખવું તેવો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.

પ્રો. યશવંત વાઘેલા

પ્રો. યશવંત વાઘેલાજીએ પ્રથમ વ્યક્તવ્ય આપ્યું હતું. જેમાં અનુવાદ, ભાવાનુવાદ, અનુવાદનાનાં પ્રકારો, અનુવાદક તરીકે ધ્યાનમાં રાખવી પડતી બાબતો, વિગેરે બાબતો પર વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું. અનુવાદ પદ્ધતિઓ અને અનુવાદ કરતા ધ્યાનમાં રાખવા જેવી બાબતો પર ખૂબ સરળ ભાષામાં સમજાવ્યું હતું.

ડૉ. પી. જી. જ્યોતિકર

સેમિનારના બીજા વક્તા એવા ડો. પી. જી. જ્યોતિર્કર સાહેબ હતા. જેઓએ ડૉ. બાબાસાહેબ આંબેડકર અને બુદ્ધને લગતા પુસ્તકો લખ્યા છે, અનુવાદ કર્યા છે. તેમના શબ્દોમાં કહીએ તો બાબાસાહેબના લખાણો વિક્ટોરિયન અંગ્રેજીમાં છે. અંગ્રેજી અને તેમા પણ થોડુ અઘરું પડે તેવું લખાણ હોવાથી સામાન્ય લોકોને સમજવામાં તકલીફ પડે છે.

ગૌતમ બુદ્ધ અને મહાવીરે પોતાના સમયમાં સંસ્કૃતને બદલે લોકોની રોજબરોજની ભાષામાં જ ઉપદેશો આપેલા જેના લીધે કરોડો લોકોને જીવનની દિશા મળી છે અને આજે પણ તે ઉપદેશો પ્રવર્તમાન છે. માટે જ ગુજરાતી ભાષા ગુજરાતીઓના દિલમાં આંબેડકરને પહોંચાડવા માટે જરૂરી છે. ગુજરાતમાં આંબેડકરના વિચારોને લઈને જે શૂન્યાવકાશ છે તેનુ મુખ્ય કારણ ભાષા છે, બાબા સાહેબના વિચારો અંગ્રેજીમાં છે અને તેનું સરળ, સમજાય તેવું અનુવાદ આપણી પાસે ઉપલબ્ધ નથી.

મુળજીભાઈ ખુમાણ

મુળજીભાઈ ખુમાણે પણ મુવમેન્ટ અને આંબેડકરી વિચારોને અનુરૂપ પોતાના અનુભવોનુ વર્ણન કર્યું. તેમણે કરેલ અનુવાદો અને તે સમયનાં તેમનાં અનુભવો પર તેમણે વાત કરી. અને યુવાનોએ અનુવાદ કરવા જે તૈયારી બતાવી છે તેઓને અભિનંદન પાઠવ્યા.

રાજુભાઈ સોલંકી

અંતે રાજુભાઈ સોલંકીએ જુના અનુવાદની ભૂલો કે જે બાબાસાહેબના લખાણના મૂળ હાર્દને જ ખતમ કરી નાખે છે, તેવી ભુલો અંગે આખા સેમિનારનુ ધ્યાન ખેંચ્યું. રાજુભાઈના વક્તવ્યમાં આંબેડકરના વોલ્યુમના ગુજરાતી ભાષામાં અનુવાદને લગતા ઘણાં બધાં જુના હાડપિંજરો બહાર આવ્યા. જેમ કે યોગ્ય કાળજી લીધા વિના થતા અનુવાદ, સારો હોદ્દો મેળવવાની લ્હાયમાં જાણી જોઈને કરાતી ભૂલો, અનુવાદકને ન ગમતી બાબતોમાં કાપકુપ તથા શબ્દોમાં ઘાલમેલ, સમિતિઓમા મળતિયાઓના નામ એમને એમ ઘુસાડી દેવા, વગેરે… વગેરે….

કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠ અને ગુજરાત યુનીવર્સીટીના પત્રકાર વિભાગના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જાણીતા લેખક – પત્રકાર આયુ. પરીક્ષિત જોષીએ હાજરી આપી હતી. કાર્યક્રમના આયોજન અને ખૂબ જ ટૂંકા ગાળામાં હોલ બુક કરવી આપવા બદલ તેમનો અમે આભાર પ્રગટ કરીએ છીએ.

બહુજન સાહિત્ય અનુવાદ સેમિનાર

કાર્યક્રમમાં રાહુલ બૌધ્ધ, કુસુમ ડાભી, હાર્દિક ચૌહાણ, મીતાલી સમોવા, વજુભાઈ પરમાર, અરુણ કે. પી., ડો. કલ્પેશ વોરા, ભીખાભાઈ અમીલ, પઘ્મરાજ હિતેચ્છુ, વિશાલ સોનારા, ડો. ભીખુ વેગડા, વગેરે ઉપસ્થિત રહ્યા હતાં. ઈડર, આણંદ, કચ્છ, રાજકોટ, હિંમતનગર, ચોટીલા, સુરેન્દ્રનગર, અમદાવાદ એમ વિવિધ જિલ્લાઓમાંથી સાહિત્યમાં રસ ધરાવનાર યુવાનો અને જાણીતા સાહિત્યકારો ઉપસ્થિતિ રહ્યા હતા.

કાર્યક્રમના અંતે આયોજકો તરફથી “અનુવાદ વિજ્ઞાન” નામનું અનુવાદનું પુસ્તક સૌને ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું.

અનુવાદ વિજ્ઞાન

આ અનુવાદ પુસ્તક ખરીદવા માટે નીચે આપેલ લીંક પર ક્લીક કરવા વીનંતી.

http://tiny.cc/xptsez

આ તો હજુ #શરૂઆત છે. સેમિનારમાં હાજર દરેક વ્યક્તિની એ જ ભાવના હતી કે બાબાસાહેબના વિચારો સાથે જે અન્યાય થઈ રહ્યો છે તે અટકવો જોઈએ તથા તેને વધુને વધુ આગળ વધે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવે. આ ભીમ કાર્ય માટે કાર્યક્ષમ અને સમર્પિત વ્યક્તિઓની ફોજ જોઈશે. આવનારા સમયમાં નવા ભારતની બ્લૂ પ્રીંટ સમા ડો. આંબેડકરના ગ્રંથોનો યોગ્ય ગુજરાતી અનુવાદ કરવા આપણે સૌએ કમર કસી લેવી જોઈએ.

સેમીનારમાં આવેલ અનુવાદમાં રસ ઘરાવનાર નામ નોંધાવેલ મીત્રોનો ટૂંક સમયમાં સંપર્ક કરવામાં આવશે. અન્ય કોઈ મીત્રો અનુવાદક, પ્રુફ રીડર, પરામર્શક કે અન્ય કોઈ રીતે જોડાવા ઈચ્છતા હોય તેઓએ કૌશિક શરૂઆતનો સંપર્ક કરવા નમ્ર વિનંતિ છે.

શરૂઆત પબ્લિકેશન

8141191311

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.