રિવ્યૂ : Ertugrul Ghazi Series

Ertugrul વેબ સિરીઝ : રિવ્યૂ-1
એક પોસ્ટ ધ્યાનમાં આવી હતી જેમાં એનો ધાર્મિક સિરીઝ જેવો ઉલ્લેખ હતો.
હોલિવુડની ખ્રિસ્તી ધર્મની કથાઓ વાળી મૂવી તો હાઉસ ફૂલ જતી હોય છે, એમાં ધાર્મિકતા નથી દેખાતી? Islamophobia એટલી હદે છે કે બધે મુસ્લિમ-મુસ્લિમ-મુસ્લિમ / પાકિસ્તાન-પાકિસ્તાન-પાકિસ્તાન જ દેખાય છે!!!
એક નાનકડા કબીલાની, એ લોકોના આખી દુનિયાના અન્યાય સામે ના ઝૂકવાની અદ્ભુત શૌર્ય કથા “Ertugrul” માં પણ ધર્મ શોધી લાવ્યા!
સામે આખી દુનિયા જ કેમ ના હોય, તમારા નૈતિક મૂલ્યો પર ટકી રહો ! ઈતિહાસ હમેંશા સામે થનાર જ રચે છે, બાકી તો બધા પ્રવાહમાં ક્યાંય વહી જાય છે.
ન્યાય, પ્રેમ, સામાજિકીકરણ અને શૌર્ય, પોતાના જ ગદ્દારો સામે લડવાનું સાહસ, રાજનીતિ, નેતાગીરી, દૈવી શક્તિ, ફરજ પરથી ભાગીને કોઈ ઈબાદત થતી નથી એવી સચોટ ધાર્મિક સમજણ. આ બધાનો સમન્વય છે આ સિરીઝમાં.
મને તો એ કોઈ એંગલથી ધાર્મિક સિરીઝ ના લાગી!
– Kajal G
Ertugrul વેબ સિરીઝ : રિવ્યૂ-2
ટર્કીશ ઈસ્લામિક ટીવી સિરિઝ
તુર્કીની મધ્યયુગની પરિસ્થિતિ દર્શાવતી ઐતિહાસિક ઘટનાઓ પર આધારિત આ ટીવી સિરિઝ રસિયાઓમાં અત્યારે ધૂમ મચાવી રહી છે. આ સિરીઝ ગેમ ઓફ થ્રોન્સને ટકકર આપે છે એવું મોટાભાગના રીવ્યુકારો માને છે. યુ ટ્યુબ પર એની ચારેય સિઝન ફ્રી અવેલેબલ છે. મની હેઈસ્ટ ચારેય સિઝન ડાઉનલોડ પડી હોવા છતા આજથી આના ગણેશ માંડ્યાને જબરો રસ પડ્યો આમાં, એટલે શેર કર્યા વગર રહેવાયુ નહી.
(P.s. ઈસ્લામિક વાંચીને ભડકતા નહી. સો વર્ષ પહેલા લદાયેલા આંતરરાષ્ટ્રીય બંધનોથી અસંતુષ્ટ તૂર્કી આ ઐતિહાસિક સિરિઝથી પોતાની ખોવાયેલી અસ્મિતા પાછી મેળવવાનો પ્રયત્ન કરી રહ્યુ છે એવુ કહેવાય છે, એનેય અખંડ તુર્કી સામ્રાજ્ય ફરી બનવું છે, એટલે આ સિરિઝ થી અમેરિકા યુરોપ ને અમીરાતના પેટમા તેલ રેડાયું છે એવું પણ કહેવાય છે. બૅન થઈ જાય એ પહેલા જોઈ કાઢજો.)
સરપ્રાઈઝ…….”આખી સિરિઝ ઊર્દુમા છે” , પણ વાંધો નહી આવે.