કોરોના | વાવ સરહદી વિસ્તારના એક જ પરિવારના આ પાંચ કોરોના વૉરીયર્સને સલામ છે!

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના જોરડીયાળી ગામના એક જ પરિવારના પાંચ કોરોના વોરિયર્સ સરહદી વિસ્તારનુ ગૌરવ બન્યા

1) PSI શ્રીમાન ઉદાભાઈ રગનાથભાઈ જાદવ (વટવા GIDC પોલીસ સટેશન, અમદાવાદ)
2) તેમની પુત્રવધુ શ્રીમતી જાદવ વિમળા બેન હરેશભાઈ (પોલીસ કોન્સ્ટેબલ – સેટેલાઈટ પોલીસ સ્ટેશન, અમદાવાદ)
3 ) ઉદાભાઈ જાદવના જમાઈ, શ્રીમાન ભદરૂ કાનજીભાઈ સેધાભાઈ (કોન્સ્ટેબલ ડીસા ઉતર પો.સ્ટે) ગામ: ગોલગામ, તા.વાવ
4) પુત્ર ડૉ. જાદવ હરેશ કુમાર ઉદાભાઈ (હોસ્પીટલમાં ડોક્ટર છે. બોપલ, અમદાવાદ)
5) પુત્રવધુ જાદવ વારીબેન રમેશભાઈ (હેલ્થ વર્કર, માવસરી તા.વાવ)
આજના વિપરીત સમયમાં છેલ્લા બે મહીનાથી કુટુબથી દુર રહી ફોનમા ખબર અંતર પુછી રાષ્ટ્રસેવા-દેશ માટે પોતાના જાનનુ જોખમ ખેડીને ખૂબ મુશ્કેલીઓ વેઠીને પણ ઉમદા કાર્ય કરી રહયા છે. તમામ કોરોના વૉરિયર્સને અભિનંદન આપવા તમામ દેશવાસીઓની ફરજ છે. જય ભારત!