8 મહાનગર પાલિકાના SC, ST, OBC કોર્પોરેટરો ઘોર નિંદ્રામાં. તેમની બેદરકારીથી પછાત સમાજના કરોડો રૂપિયા અન્ય કામોમાં વપરાયા.

ગુજરાત પ્રોવેંશિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 63(2) મુજબ કોર્પોરેશનની આવકના 10% ટકા રકમ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (SC, ST, OBC) સમાજના નાગરિકો, જે શહેરી વિસ્તારમાં રહેતા હોય, તેમના વિસ્તારોમાં એટલે કે સોસાયટી, ચાલીઓ, ફ્લેટો અને વસાહતો, તેમજ મર્જ કરેલા ગામોના વિસ્તારોમાં, મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવતા હોય, ત્યાં આ રૂપિયા તેમના વિકાસ માટે વાપરવાની આ GPMC ઍક્ટની કલમ 63 (2)માં જોગવાઈ છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં સૌથી વધુ વસ્તી અનુસૂચિત જાતિ (SC) લગભગ 22% છે અને સૌથી વધુ કોર્પોરેટરો પણ અનુસૂચિત જાતિના અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત એટલે (OBC) સમાજના ચૂંટાઈને આવે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો 50 % ટકા લોકસભા વિસ્તાર પણ અનુસૂચિત જાતિના સાંસદના મત વિસ્તારમાં આવે છે અને ત્રણ ત્રણ વખત અનુસૂચિત જાતિના ચુંટાયેલા કોર્પોરેટરોએ મેયર પદ પણ સાંભળેલ છે અને OBC સમાજનાઓએ પણ મેયર પદ અને સ્ટેન્ડિંગ કમિટીનું પદ પણ સંભાળેલ છે અને ડેપ્યુટી મેયર પદ પણ સંભાળેલ છે અને હાલમાં પણ ડેપ્યુટી મેયર પદે પર અનુસૂચિત જાતિના કોર્પોરેટર છે.

“ગુજરાત પ્રોવેન્સિયલ મ્યુનિસિપલ એક્ટ”ની કલમ 63 (2) મુજબ બજેટની 10 % ટકા રકમ SC, ST, OBC માટે ફાળવવાની જોગવાઈ હોવા છતાં, આ 10 % ટકા રકમ ક્યાં વાપરવી? કેવી રીતે વાપરવી? તેની કોઈ સ્પષ્ટ ચોક્કસ નીતિનિયમો કે ફોર્મ્યુલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આજ સુધી બનાવેલ નથી.

આ 10 % ટકા રકમ SC, ST, OBC ની ચાલીઓ, સોસાયટીઓ, ફલેટો કે વસાહતોમાં પ્રાથમિક જરૂરિયાત માટે વાપરવાની હોય છે. પરંતુ, અમદાવાદ કોર્પોરેશનના સતાધિકારીઓ દ્વારા આ નાણાં મુખ્યમંત્રી આવાસ યોજના (EWS) મા નાણાં વાપરી નાખે છે. 2012 ની સાલથી મુખ્યમંત્રી આવાસ યોજના (EWS) ચાલુ થઈ હતી અને તે વર્ષથી એટલે કે 2012 થી જ આ નાણાં આ યોજનામાં વાપરી નાખીને SC, ST, OBC ને પ્રાથમિક સુવિધાઓથી વંચિત રાખવાનું વ્યવસ્થિત ષડયંત્ર ચાલી રહ્યું છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે SC, ST, OBC ના વિસ્તારો ક્યાં ક્યાં છે? કઈ કઈ સોસાયટીઓ છે? ક્યાં ક્યાં ફ્લેટો છે? કઈ કઈ વસાહતો છે? કઈ કઈ ચાલીઓ છે? તેવો કોઈ ડેટાબેજ ઉપલબ્ધ હોય તેવું જણાતું નથી.

ડૉ બાબાસાહેબ આંબેડકર હોલ અમદાવાદ સરસપુર ખાતે આવેલ છે તેનું રીનોવેશનનું બજેટ કરોડો રૂપિયામા ફળવાયું છે પણ હજુ સુધી કામ ચાલુ નથી કર્યું. એ જ રીતે નરોડા રોડ ફાયરબ્રિગેડની પાછળ “કર્મવીર હવસી દેગામા” હોલનું બજેટમા 50 લાખ રૂપિયા ફાળવ્યા છે અને બાજુમાં મરાઠી શાળા છે તેને શહેરની અધતન ઇંગ્લિશ મીડિયામાં શાળા બનાવવાની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. પણ કામ ચાલુ નથી કર્યું.

ભારતના બંધારણના આર્ટિકલ 243 (વ.ચ) મુજબ મેટ્રોપોલિટન આયોજન સમિતિની રચના કરેલ છે.

આર્ટિકલ 243 (વ.ચ) 3 મુજબ દરેક મેટ્રોપોલિટન આયોજન સમિતિને વિકાસ યોજનાનો મુસદ્દો તૈયાર કરવામાં ભારત સરકાર અને રાજ્ય સરકારે નક્કી કરેલ સમગ્ર ઉદ્દેશ્ય અને અગ્રતાક્રમોને ધ્યાને લઇને તેમજ આ કાયદાની કલમ મુજબ ચોક્કસ આયોજન અને નીતિ બનવી જોઈએ.

AMC 2019-20 Budget 8051 Crore

સને 2019-20 વર્ષ માટેનું કુલ રૂ. 8051 કરોડનું બજેટ છે અને GPMC એક્ટની કલમ 63(2) મુજબ 10% લેખે 805.1 કરોડ રૂપિયા દલિત, આદિવાસી અને ઓબીસી માટે ફાળવવામાં થાય છે. જે ફાળવેલ નથી. આ શહેરી, વહીવટી જાતિવાદ નથી તો બીજું શું છે?

અમદાવાદમાં અનુસૂચિત જાતિના અંદાજિત 24 ઉપર કોર્પોરેટર અને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાતવર્ગના (OBC) 30 ઉપર કોર્પોરેટર હોવા છતાં GPMC ઍક્ટ ની કલમ 63(2) મુજબ આ SC, ST, OBC વિસ્તારોના વિકાસ માટે ઓબીસી, દલિત, આદિવાસી કોર્પોરેટરો કોઈ નક્કર કે સ્પષ્ટ આયોજન કરતા નથી.

તો ગુજરાતની કુલ (આઠ) 8 મહાનગર પાલિકાઓની તો દશા શું હશે, એ તો કલ્પના જ કરવી રહી!

Sanjay-Parmar-Gyati-Nirmulan-Samiti-Convener-02સંજય પરમાર
( જ્ઞાનીસ)
જ્ઞાતિ નિર્મૂલન સમિતિ
9727745345

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

4 Responses

 1. Prakash Makwana says:

  Very good awareness report sir. People did not knew such disgusting fraud is ongoing.

 2. માવજીભાઈ ખુમાણ says:

  કોર્પોરેટરો જે તે પાર્ટી નું પ્રતિનિધિત્વ કરે છે નહીં કે આ.જા,અ.જ.જા, કે અન્ય પછાત વર્ગોનું,તેઓ પાર્ટી ના ગુલામ છે.. પોતાની પાર્ટી મા પણ પોતાના હક્ક અને અધિકારો માટે કહેવાની હિંમત નથી.અને જો કરવા ઈચ્છે તો તેમને બીજી વખત ટીકીટ ન મળે તેવી ભિતી રહેતી હોય છે.. જેથી જે ટુકડો નાંખે છે લઈને ચુપચાપ બેસી રહે છે…
  હિરાભાઇ પરમાર જેવા તો કોઈક જ વિરલા નીકળે..

 3. Valsur velabhai kalabhai says:

  Good information
  I want to disscuss with corporate ahmedaba
  May I need mo.nu

Leave a Reply