Self Respect Movement

Wjatsapp
Telegram

30 માર્ચ 1924
સ્થળ:- વાયકોમ મંદિર કેરળ

કેરળની ઈડવા અને નાડાર જાતિ ઓબીસીમાં આવે છે, તેમની મહિલાઓને કમરથી ઉપરનાં ભાગને ઢાંકવાની મનાઈ હતી, વાયકોમ મંદિરની ચારે બાજુ જે રસ્તાઓ હતાં એનાં પર ચાલવાની આ જાતિઓને પરમીશન ન્હોતી.

30 માર્ચ 1924 નાં રોજ નારાયણ ગુરૂ અને તેમનાં ચેલા માધવન અને અન્ય સાથીઓ દ્વારા ઇડવા અને નાડાર જાતિનાં લોકોને તૈયાર કરી આ અમાનવીય પ્રથા સામે આંદોલન છેડી દીધું. નારાયણ ગુરુનાં અનુયાયીઓનું એવું કહેવું હતું કે જે રસ્તાઓ પર જાનવર ફરી શકે, કૂતરાં ફરી શકે, જાનવર પેશાબ કરી શકે, કૂતરાં પેશાબ કરી શકે, એ રસ્તા પર માણસ કેમ ન ચાલી શકે??

આ આંદોલનમાં સૌથી નીચી ગણાતી અનુસૂચિત જાતિમાં આવતી પુલાયા જાતિનાં લોકો પણ આંદોલનમાં જોડાયા. પુલાયા જાતિનાં લોકો આંદોલનમાં જોડાવાથી આંદોલન વેગવાન બન્યું. પુલાયા જાતિનાં એક યુવાને મંદિરની બાજુનાં રસ્તા પર ચાલવાની હિંમત કરી તો મનુવાદીઓએ એને પકડી લીધો અને બ્રાહ્મણવાદી સમાજ વ્યવસ્થાને આધારે સજાનાં ભાગરૂપે તમાકુમાં ખાવાનાં ચુનાથી પુલાયા યુવાનની આંખો ભરી દીધી, યુવાન બિચારો તરફડીને મૃત્યુ પામ્યો.

આ ઘટના પછી આંદોલન ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું. આ ઘટનાની જાણ થતાં ઈ વી રામાસ્વામી નાયકર પેરિયાર તામિલનાડુથી વાયકોમ આવવા રવાનાં થયાં, તે વખતે પેરિયાર તામિલનાડુ કોંગ્રેસનાં પ્રેસિડેન્ટ હતાં. આ બાજું મિસ્ટર ગાંધી એ વ્હિપ જારી કર્યો કે કોંગ્રેસનો કોઈ વ્યક્તિ વાયકોમ સત્યાગ્રહમાં ભાગ નહીં લઈ શકે. પેરિયારે કોંગ્રેસમાંથી તાત્કાલિક રાજીનામું આપતાં કહ્યું કે જે પાર્ટી મને આવી અમાનવીય પ્રથા વિરુદ્ધ બોલવા કે સત્યાગ્રહમાં ભાગ લેવાની છૂટ ન આપતી હોય તો આવી પાર્ટીમાં કોઈપણ પદ પર રહેવાનો શો અર્થ? ત્યાર પછી તાત્કાલિક રાજીનામું આપી સત્યાગ્રહ ને ખુલ્લું સમર્થન આપ્યું અને આંદોલનને સફળ બનાવવા માટે પુરી તાકાત લગાવી દીધી હતી. 600 દિવસનાં સતત સંઘર્ષનાં પરિણામસ્વરૂપ આ અમાનવીય કુપ્રથાનો અંત આવ્યો અને પેરિયારે આત્મસન્માન આંદોલનનો પાયો નાખ્યો.

અને ત્યારથી પેરિયાર રામાસ્વામી નાયકર દ્વારા શરૂ થાય છે “SELF RESPECT MOVEMENT.

પ્રવીણ ચાંદખેડા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.