ટૂંકી વાર્તા | દુકાનો ખુલી ગઈ છે

લોકડાઉન 4.0 (મિડલ ક્લાસ)
રચના:2
“કહું છુ દુકાનો ખૂલી ગઇ?”
“હા…”
“સોનીની પણ?’
“હા”
“તો પછી ચલોને મારો દોરો વેચી આવીએ…વહુને પુરા બેઠા…પૈસાની ગમે ત્યારે જરૂર પડશે”
“સુવાવડ સરકારીમાં કરાઈએ તો….”
પુરૂષે વાક્ય ઈરાદાપૂર્વક અધૂરુ મૂક્યું અને સ્ત્રીએ છણકો કર્યો
” ગઈ સૂવાવડે સરકારીમાં શુ થયુ તુ ભૂલી ગયા..? આ વખતે તો ખોનગીમા જ્.. જે ખર્ચો થાય એ.. “
” આ દોરો વેચ્યા પછી ખાલી તારી પાસેથી મંગળસૂત્ર જ બચશે” પુરુષે ચિંતાતુર અવાજે ખાંસી ખાતા કહયુ.
” વહુ પાસે તો એ પણ નથી..” એવુ કહીને એ સ્ત્રી માત્ર ત્રણ દિવસની બિમારીમાં મૃત થયેલા પોતાના વહાલસોયા દિકરાની છબી સામે તાકી રહી.