ક્યાંક તમે પણ ભૂલેચુકે IT Cell નું કામ તો નથી કરી રહ્યા ને?

જે લોકોએ ધોરણ 10 પણ પાસ ના કયુઁ હોય અને આગળ ભણવાની ક્ષમતા પણ ના હોય એવા લોકો પાસે હવે એક કામ આવી ગયુ છે, ધર્મના નામે લોકોને હેરાન કરવાનુ, નાના મોટા સંગઠનો બનાવીને લોકોને ભડકાવાનુ, બસ આ જ એક કામ બાકી રહી ગયું છે આવા લોકો પાસે, જે સમાજ માટે સૌથી મોટો ખતરો છે. ધર્મના નામે લોકોને ખોટી દિશામા લઈ જવામા આવી રહયા છે.
અને જે લોકો આમનો વિરોધ કરે છે એમને ખોટી રીતે ધમકાવીને માનસિક રીતે હેરાન કરવામા આવે છે.
દેશમા અશાંતિ ફેલાવે છે.
આવા લોકો સમાજ અને દેશ માટે જોખમ છે.
શું આવા લોકોને રોકવા એ આપણી ફરજ નથી…?
સમાજ ના દરેક જાગૃત નાગરીકે આની ખુબ જ ગંભીરતાથી નોંધ લેવી જોઈએ.

આપણા દેશમાં એવા લોકો પણ રહે છે જેમની નિર્દોષ આંખો આપણા પર ટકેલી છે.
જો આજના ભણેલા, સમજદાર લોકો જ આંખો બંધ કરી દે તો આવનારી પેઢીઓ પાસે અપેક્ષા તો કયાથી રાખાય…?