રવિવારની મોજ | પકાલાલના હાસ્ય પકોડા

Wjatsapp
Telegram

૧. થોડા દિવસ પછી આવી રીંગટોન આવશે..

મોંધવારી એક બિમારી છે,
એનાથી બચો,
ખાવાનુ ઓછુ ખાવ,
ફાટેલા કપડા પહેરો,
બની શકે તો ચાલતા જાવો,
ઇંધણ વાળા વાહનોનો ઉપયોગ ના કરો..
ધ્યાન રાખો આપડે વિપક્ષથી લડવાનુ છે,
સરકારથી નહી…..જનહિત મે જારી

૨. અમુક પાપ તો હું એ સમજીને કરી લઉં છું કે, મારા બધા દોસ્તો નરકમાં જશે તો હું એકલો સ્વર્ગમાં શુ કરીશ.?

૩. TikTok વાળાઓ વધુ પરેશાન ના થાઓ,
બાબા રામદેવ પતંજલિનું બહુ જલ્દી
“ઝટક મટક” સ્વદેશી એપ લોંચ કરશે !!

૪. मम्मी : तुम्हारे लिए लड़का देखने जा रही हूं, उससे कुछ कहना है?
लड़की : उससे बोल देना की बेड के नज़दीक वाला चार्जिंग पॉइंट मेरा रहेगा

૫. પ્રેમિકા – (પ્રેમીને) હુ તારી પત્ની બનીને તારા ઘરે આવીશ તો તારી ઘરે અજવાળુ જ અજવાળુ થઈ જશે.
પ્રેમી હસીને બોલ્યો – હા, પછી તો હું લાઈટનુ કનેક્શન જ કપાવી નાખીશ.

૬.એક ભાઈ મને પુછતા હતા કે, સિંહ જોવા ગુજરાતમાં કયા જવુ જોઈએ? મે કીઘુ કયાંય જવાની જરૂર નથી અમારા ગૃપ માં જોડાઇ જાવ, ઘણા જોવા મળશે.
.
.
અમુક રોજ દેખાશે , અમુકની
ગર્જના સંભળાશે , ને અમુક તો
એની ગુફામાં સુતેલા જ જોવા મળશે …

૭. માણસની બે વાસ્તવિકતાઓ યાદ રાખો :

(1) કોઈ પણ માણસ પોતાના મતદાન કાર્ડના ફોટા જેટલો કાળો હોતો નથી.

(2) કોઈ પણ માણસ પોતાની ફેસબુકના ફોટા જેટલો રૂપાળો હોતો નથી.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

તમને “પકાલાલના હાસ્ય પકોડા” કેવા લાગ્યા? એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને વધુ હાસ્ય પકોડા ખાવા હોય તો પકાલાલની ફેસબુક પ્રોફાઇલની વિઝીટ કરો.

પ્રોફાઈલ લિંક: https://www.facebook.com/profile.php?id=100041154454530



Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *