બૂક રિવ્યૂ | Ambedkar’s Preamble : ફક્ત બંધારણના આમુખને સમજવા માટે આ પુસ્તક સર્વોત્તમ બની રહેશે

સંવિધાન સભામાં ડો. આંબેડકર આમુખનું પ્રારૂપ તૈયાર કરતા સમયે કહે છે કે હું માનવ ગરિમા (Dignity) ને રાષ્ટ્રની એકતા(Unity & Integrity) થી આગળ સ્થાન આપીશ કારણ કે જયા સુધી વ્યકિતની માનવ ગરીમા નહી જાળવી શકાય ત્યા સુધી રાષ્ટ્રની એકતા ટકી શકે નહી. સંવિધાનના આમુખમાં બંધુત્વને પરિભાષિત કરતા સમયની ચર્ચા દરમ્યાન ડો. આંબેડકર આ વાત કહે છે કે, જ્યાં સુધી રાષ્ટ્રના લોકોની માનવ ગરિમા નહી જાળવી શકીએ ત્યા સુધી રાષ્ટ્રના લોકો વચ્ચે બંધુત્વની ભાવના પેદા નહી થાય.