પાલિતાણાની યુવતીએ આત્મહત્યા કર્યાના એક મહિના બાદ આજે સ્યુસાઇડ નોટ મળી આવી

એક મહિના પહેલાં ભાવનગરના પાલીતાણાની એક યુવતીએ પેટ્રોલ છાંટી દાઝીને આત્મહત્યા કરી હતી. જેના માટેના કોઈ ચોક્કસ કારણો મળતા નહોતા અને પરિવારને પણ કોઈના પર શંકા હતી નહિ. ત્યારે આશરે એક મહિના બાદ આજે અચાનક જ ઘરમાંથી યુવતીએ બુકનાં છ પાનાં લખેલી સ્યુસાઈડ નોટ આજે મળી આવી છે. જેને લઈને ફરીથી સમગ્ર મામલો ગરમાયો છે.