ભાઈ: તે મારાં પાકીટ માંથી પૈસા કેમ લીધાં? બહેન: મારે વસ્તુ લેવી હતી એટલે લીધાં પણ હવે નહીં લઉ
થોડાં દિવસ પછી,
બહેન: શું થયું તમે કેમ ઉદાસ છો ભાઈ: એક મિત્ર ઉછીના પૈસા લઈ ગયો છે પણ હજુ આપ્યાં નથી બહેન: આ લો પૈસા તમારી પાસે રાખજો ભાઈ: તારી પાસે આટલાં બધાં પૈસા ક્યાંથી આવ્યાં? બહેન: આ એ જ પૈસા છે જે મેં તમારાં પાકીટમાંથી લીધાં હતા. પૈસા એટલે લીધાં હતાં જેથી કરીને તમે કોઈને ઉછીના ન આપો.
સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે.
સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે.
આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો.
જય ભારત યુવા ભારત
યુવાશક્તિ ઝીંદાબાદ
કૌશિક પરમાર
સંપાદક
૮૧૪૧૧૯૧૩૧૧