આ પણ એક માણસ છે. આ પણ એક કામ છે.

women washaesh dishes
Wjatsapp
Telegram

વાસણ ધોવા વાળા બહેનોને તુ.. કહીને બોલાવવા વાળા અમુક નમુના ને ગાળ દેવાનુ મન થાય પણ કોઈક ના પ્રસંગ બગાડવામાં નથી માનતો. વાસણ ધોવાવાળા બહેનોને તો તમે જોયા જ હશે?.. એ ભાઈ ડિસ આયા ઓરી મુકો ને… એ ભાઈ ડિસ આ ટબ મા મુકી દ્યો.. આવા શબ્દો તમે પણ સાંભળ્યા હશે જ્યારે તમે કોઈ લગ્ન-પ્રસંગ મા જમવા ગયા હશો અને જમ્યા બાદ ડિશ મુકવા ગયા હશો ત્યારે વાસણ ધોવા વાળા બહેનો પાસે અચુક સાંભળવા મળે. હવે આ વાસણ ધોવાવાળા બહેનો એટલે કોણ? એ પ્રશ્ન નો જવાબ તેમના બાળકો પાસે થી જાણવા મળે…બાળક દિવસ ની શાળાએ થી સાંજે ૫ :૦૦ વાગ્યા ની આસપાસ શાળાએ થી છુટી ને ઘરે આવે એટલે ઘર માં આવી હાથ ધોયા વગર પહેલા શાક શાનુ બનાવીયું છે એ જોવે અને બીજો પ્રશ્ન એ પુછે કે બા ક્યારે આવશે? એટલે ઘર માં હાજર મોટીબહેન કે દાદી માં કહી દે બા ‘વરાહ’ (લગ્ન માં વાસણ ધોવા ગયા છે) એટલે બાળક ને ખબર પડી જાય કે આજે સાંજે દાળ-ભાત, ઊંધીંયું, ખમણ, પુરી, મીઠાઈ ખાવા મળશે.. અને બાળક બહાર રમવા ગયુ હોય તો થોડી – થોડી વારે ઘરે આવી પુછી જાય બા આવી ગયા.. બા આવી ગયા કહી ચાલ્યુ જાય અને સાંજે એ વાસણ ધોવા વાળા બહેનો ઘરે આવે એટલે બાળકો એ વાસણ ધોવા વાળા બહેન સ્ત્રી ના હાથ માંથી ભરેલુ ટીફીન લઈ લે અને ખોલી ને જોવા લાગે અને એમાંથી એક મીઠાઈ ઉપાડી બહાર મિત્રો ને બતાવવા જાય કે મારા બા આજે આવુ જમવાનું લાવીયા…અને બાળક રાજી-રાજી ખુશ થઈ જાય પણ એ બાળક ને ક્યાં ખબર છે કે જ્યારે વાસણ ધોવાતા હોય ત્યારે તેમાં જમવા વાળા એંઠી મુકેલી મીઠાઈ નુ બટકુ વધ્યુ તે વાસણ ધોયા પહેલાં તેમાંથી ઉપાડી બાજુ માં મુકી દીધુ હતુ… બાળક ને ક્યાં ખબર છે કે જમણવાર પુરુ થયા બાદ જે દાળ-ભાત, શાક વધેલુ હતુ તે રસોઇ ના તપેલા નુ તળિયુ.. ઘસી ને કાઢેલુ છે.. બાળક ને ક્યાં ખબર હતી કે વાસણ ધોઈ ને જ્યારે મજુરી(દાડિ) ચુકવવા ની આવી ત્યારે રીક્ષાભાડુ નહોતુ મળ્યુ… અને છતા જ્યારે આ બહેનો વાસણ ધોતા હોય અને જમણવાર ની ડિશ ની સંખ્યા ઓછી હોય અને જમણવાર સમયે માણસો વધી ગયુ હોય ત્યારે વાસણ ધોવા વાળા બહેનો પાસે જતા ઘર ના કોઈક વ્યક્તિ એવુ બોલે કે વાસણ ધોવા વાળી ઉતાવળ નથી રાખતી ત્યારે વિચાર આવે કે ડિશ નુ ભાડુ ચુકવવા ની ત્રેવડ તારે નથી અને આ બહેનો ને કેમ બોલતો હશે… પણ યાદ આવે કે લોકો ના મગજ મા વાસણ ધોવા બહેનો ની છાપ એક કામ કરતા મશીન તરીકે ની છે માનવ સંસાધન ની પોલીસી ને તે લોકો માનતા નથી પણ હું હિતેશઢાપા વ્યક્તિગત રીતે આવા દરેક બહેનો ને માનવાચક શબ્દો થી બોલાવવા જોઈએ તેમા માનુ છુ.. અને મોટાભાગે શહેરી વિસ્તારનાં સામાજીક પ્રસંગોમા વાસણ ધોવા બહેનો ને રાખવા ફરજીયાત બની ગયુ છે કારણ કે ગામડાઓ માં મોટાભાગે જ્યારે કોઈ ના ઘરે પ્રસંગ હોય ત્યારે એક બીજા ના ઘરે દિકરા ની વહુ કામ કરાવવા જાય અને પ્રસંગ પુરો થાય ત્યાં સુધી કાળા થઈ ગયેલા તપેલા ધોવાય ત્યાં સુધી હાજર રહેવાની વ્યવસ્થા બનેલી હોય છે જેને તળપદી ભાષા મા (ઢાલ) કહેવાય જે પડોશી ના ઘરે પ્રસંગ હોય ત્યારે મારા ઘર ની બહેનો ત્યાં કામ કરાવવા જાય અને મારા ઘરે પ્રસંગ હોય ત્યારે પડોશી ની બેહનો મારા ઘરે કામ કરવા આવે… પણ શહેર માં હવે અલગ વાતાવરણ જોવા મળે છે.. શહેર માં વ્યવસાય, ધંધા, નોકરી અને મજુરી, ની સમય મર્યાદાને કારણે એકબીજા ના ઘરે બહેનો આવા પ્રસંગો માં કામ કરાવવા જઈ શકતા નથી.. જેના કારણે વાસણ ધોવા વાળા બહેનોને બોલાવવા પડે છે…તો તમારા ઘરે કામ કરવા આવતા બહેનો ને મજુરી ભલે ચુકવો પણ જમ્યા બાદ જમવાનું વધેલુ હોય તો તમારે જરૂરીયાત ના હોય તે રસોઇ ની વસ્તુઓ કામ કરવા માટે આવતા બહેનો ને આપજો કોઈ બાળક તમારી આપેલી રસોઇ થી ખુશ થશે બાકી આવી રીતે કામ કરવાની બહેનો ની મજબુરી હોય છે અને મારી દ્રષ્ટિએ કોઈ કામ નાનુ કે મોટુ નથી હોતુ..

લી..હિતેશ ઢાપા ભાવનગર – 9737437421

Hitesh Dhapa

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

  1. HITESHKUMAR says:

    khub sachi vaat kri tme, hu pan agree chu tamati vaat ma 1000%.

  2. khub sachi vaat kri tme, hu pan agree chu tamati vaat ma 1000%.

Leave a Reply

Your email address will not be published.