ધર્મ નથી હોતો, પોતાના વિશેષાધિકાર કે શ્રેષ્ઠતા બચાવવાની હોડ હોય છે

જરૂરી નથી કે દર વખતે જે વ્યક્તિ પોતે કોઈ સમયે અન્યાય-અત્યાચારનો ભોગ બન્યો હોય એ પછીથી એ અત્યાચારનો વિરોધી બને જ. મોટાભાગના એ જ અત્યાચાર પોતે જ અન્યો પર કરવાનુ શરુ કરી દેતા હોય છે. હ્યુમન નેચર, યુ નો…
ગુલામી પ્રથાની જ વાત કરીએ તો અત્યારે હાલના ભૂમધ્ય સાગર તટના યુરોપિયન દેશો જેમા બ્રિટન, ફ્રાંસ, ગ્રીસ, ઈટાલી, સ્પેઈન પણ આવી જાય. આ બધા દેશ 12મી સદિમા સૌપ્રથમ ગુલામીનો ભોગ બન્યા હતા, તુર્કો દ્વારા. ભૂમધ્ય સાગરમા થઈને ચાંચિયાઓ તટવાસી યુરોપિયન ગામોમા જઈને સ્ત્રી, પુરુષ, બાળકોને ઉઠાવી આવતા અને અરબ માર્કેટમાં વેચી મારતા. એ પછી જે તે વ્યક્તિનો પરિવાર કે એના પોતાના દેશનો રાજા અમુક બાંધી રકમ આપીને પોતાના સ્વજનને મુક્ત કરાવી શકતા. આ ધોળિયા ગુલામો પર પણ અરબી માલિકો દ્વારા અમાનુષી અત્યાચાર થતા.
આ પ્રથા ત્યાં સુધી ચાલી જ્યાં સુધી યુરોપિયન પોતે 16મી સદીમા દુનિયા પર પોતાનો પરચમ લહેરાવવા ન નીકળ્યા. પણ આ અત્યાચારમાંથી શીખ લેવાના બદલે યુરોપિયનોએ ખુદ આફ્રિકા ખંડમાથી ગરિબોને ઉઠાવી લઈ જઈને અમેરિકા યુરોપમા ગુલામીનો કારોબાર ધમધમતો રાખ્યો. જે હમણા 19મી સદી સુધી એક કડવુ સત્ય હતુ. અત્યારે હાલ પણ પેસિવ ગુલામી અને રંગભેદ તો કન્ટિન્યુ છે જ. એક ઓબામાના રાષ્ટ્રપતિ થઈ જવાથી સમગ્ર સમાજ ક્યારેય બેઠો નથી થઈ જતો.
રંગભેદ, જાતિવાદ સનાતન સત્ય છે. મારુ નહી તો પ્રિયંકા કે શિલ્પા શેટ્ટી સાથે નેશનલ ટીવી પર પબ્લિકલી થયેલા અબ્યુઝ તો યાદ રાખો. ફ્લોય્ડ સાથે તાજેતરમાં થયેલી ઘટના પણ એ જ સુપિરિઓરીટીની બિમારી છે. ગુનેગારે કોઈ ગૂનો કર્યો હોય તો એ સજાને પાત્ર જ છે, પણ એ સજા કઈ રીતે અપાય છે એ પણ અગત્યનું છે. ફ્લોય્ડ ને જૈ રીતે એન્કાઉન્ટર પછી ગરદન પર પગ રાખીને ફોટો વાયરલ કરાયો છે, એ રીતે કોઈ વ્હાઈટ સેલિબ્રિટી ગુનેગારને વાઈરલ કરાયો હોય તો મારા ધ્યાનમાં આ જ પોસ્ટ પર લાવજો. આ જ છે, રંગભેદની સાબિતી અને આ માનસિક બિમારીનો જ વાંધો છે !
દરેકે યાદ રાખવા જેવી વ્યાખ્યા.
(P.S. અમેરિકન યુરોપિયનની એક બાબત બહુ સારી છે, એ છે કે એ લોકો એમની ભૂલ સ્વીકારી શકે છે કે એમના દ્વારા ભૂતકાળમાં ભૂલો થયેલી એ કાં તો હીરોશીમા-નાગાસાકી હોય કે ગુલામી પ્રથા કે વિયેતનામ. આપણે એટલા દંભથી ભરેલા છીએ આ બાબતમા કે જે ધર્મનુ નામ પડતા જ ગમે તેટલી વાહીયાત અમાનવીય પ્રથાઓનો બચાવ કરવા કૂદી પડીએ છીએ. એમા ધર્મ નથી હોતો, પોતાના પ્રિવિલેજ બચાવવાની હોડ હોય છે.)
પોતાના પર જ અત્યાચાર કરેલા ઐતિહાસિક અત્યાચારીઓના ખોળે બેસેલા દલિતો, સ્ત્રીઓ, પછાતોને આ ખાસ લાગુ પડે.