સત્ય | કેવડિયાના 6 ગામો વિશે સાચી જાણકારી વાંચો અને આદિવાસીઓને સપોર્ટ કરો | -ડૉ.પ્રફુલ વસાવા

Wjatsapp
Telegram

કેવડિયાનાં 6 ગામના અસરગ્રસ્તો વિશે કેટલીક હકીકતો અને જાણકારી.

(૧) ૧૯૬૧-૬૨માં નર્મદા ડેમ કે જે હાલની ગોરાકોલોની અને વાગડિયા ગામ વચ્ચે એટલે કે હમણાં નથી પર જ્યાં પુલ બનાવવામાં આવ્યો છે એ જગ્યાએ બનાવવાનો હતો.
(૨) ડેમની ઉંચાઈ વધારવાનું નક્કી કર્યું એટલે અને ભૂતળમાં પાયો મજબૂત બનાવવા યોગ્ય નથી એવો ભુસ્તરશાસ્ત્રીના રિપોર્ટ ને કારણે 5 કીમી. નવાગામ પાસે ડેમ બાંધવાનું નક્કી કર્યું અને ઉંચાઈ વધારવામાં આવી હતી.
(૩) તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ શિલાન્યાસ કરવા આવવાનાં હોઈ હેલીપેડ બનાવવા કલેકટરશ્રી ભરુચે વાગડિયા ગામનાં લોકોના ખેતરમાં ઉભા પાકને નષ્ટ કરી હેલિપેડ બનાવ્યું હતું.
(૪) સ્થાનિક લોકોને ઊભા પાકનું વળતર ચૂકવવામાં આવ્યું હતું.
(૫) આજદિન સુધી આ જ ગામના લોકોની જમીન સંપાદિત કરવામાં આવી નથી કે કોઈપણ જાતનું વળતર ચુકવવામાં આવ્યું નથી.
(૬) જો સંપાદનની કામગીરી 1961-62 માં કરવામાં આવી હોય તો એ રેકર્ડ સરકારશ્રી પાસેથી મેળવવો જોઈએ.
(૭) જો જમીન સંપાદિત કરવામાં આવી હોય તો ખેડૂતોને 135 (બી) ની નોટિસ આપવામાં આવી હોય એની પ્રમાણિત નકલ મેળવવી જોઈએ.
(૮) જમીનનું વળતર ચૂકવવામાં આવ્યું હોય તો રકમ ચુકવણી અંગેની પાવતી કે અન્ય આધાર પુરાવાઓ
જોઈએ.
(૯) સંપાદન કર્યા વગર સરકાર દ્વારા આ જમીન પર ગેરકાયદેસર રીતે હિંદુસ્તાન કંસ્ટ્રકશન કંપનીએ વર્કશોપ અને એમનાં સ્ટાફની કોલોની બાંધી નાખી.
(૧૦) છેલ્લા 70 વર્ષથી સરકાર દ્વારા આ 6 ગામના લોકો પર ડર અને દહેશતનો માહોલ પેદા કરી ધાકધમકીથી માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે.
(૧૧) કલેકટરશ્રી, ભરુચ દ્વારા 1961-62 થી આ ગામોની જમીન વેચવા પર અને વારસાઈ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
(૧૨) જ્યાં સુધી બંધારણમાં ફેરફાર કે સુધારો વધારો કરવામાં ના આવે ત્યાં સુધી પાંચમી અનુસૂચિ વિસ્તારમાં ગ્રામસભાની અનુમતિ મુજબ કરેલ કાર્ય ગેરકાનૂની અને દેશદ્રોહ સમાન ગણાય.
(૧૩) જે તે સમયે આદીવાસી સમાજના લોકોએ દેશના વિકાસ માટે, દેશહિતમાં પોતાના પૂર્વજોની સદીઓ જૂની જમીન અને એનાં પ્રત્યેની લાગણી પર પથ્થર મૂકીને દેશહિતમાં કરેલ ત્યાગ અને બલિદાનનો શિરપાવ વર્તમાન સરકાર જોરજુલમ અને કપટથી જમીન છીનવી, આ જમીન પર પ્રશાસનના નામે મોજશોખ માટે હોટલ, ભવનો બાંધવા માંગે છે એ અન્યાયકારી છે. મૂડીવાદીઓની સગવડતા માટે આ રીતે આદીવાસીઓને રંજાડવા એ પાશવી કૃત્ય માફીને યોગ્ય નથી.

ઉપરોક્ત તમામ હકીકતો સાચી છે કે ખોટી છે એ ફક્ત સરકાર અને અસરગ્રસ્તો જ કહી શકે, આ બધી ચર્ચા દરમિયાન સાંભળેલી વાતો છે. પરંતુ, કોરોનાની મહામારીમાં આખું વિશ્વ ઝઝુમી રહ્યું છે ત્યારે આવા દમનકારી વલણને સખ્ત શબ્દોમાં વખોડીને અસરગ્રસ્તોની મદદમાં, એમની તકલીફમાં ભારત દેશના તમામ આદિવાસી સમાજના લોકો એમની પડખે છે એ સાબિત કરવા, હુંફ આપવા, એમની અસ્તિત્વ ટકાવી રાખવાની લડાઈમાં આપણે સૌએ જવાબદારી લેવી જોઈએ અને કેવડિયા ખાતે હાજર રહેવું જોઈએ એવી વિનંતી છે.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

ઉપરની માહિતીમાં કોઈ ભૂલચૂક જણાય તો કોમેન્ટ કરીને જણાવશો કે જેથી સુધારો શકાય.

જય આદિવાસી

✍️ ડૉ.પ્રફુલ વસાવા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.