વિશ્વમાં “ધર્મ”ના કેટલા પ્રકાર છે? “હિન્દૂ અને મુસ્લિમ” ધર્મ કયા પ્રકારમાં ગણાય?

વિશ્વમાં ધર્મો બે પ્રકાર ના હોય છે!
1) રક્ત/નસ્લ/જાતિ આધારિત.
2) વિચાર/વિચારધારા આધારિત.
પહેલા પ્રકારમાં હિન્દૂ, પારસી, યહૂદી આવે છે.
બીજા પ્રકારમાં જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી, ઇસ્લામ, શીખ આવે છે.
પહેલો પ્રકાર રક્ત/નસ્લ/જાતિ આધારિત છે, એટલે કોઈ વ્યક્તિ હિન્દૂ, પારસી, યહૂદી બની ન શકે. તેઓ આ બનાવ માટે જે તે ધર્મ માં જન્મ લેવો પડે. તમે આજ સુધી એકપણ હિન્દૂ વ્યક્તિને જાતિ/જ્ઞાતિ વગરનો જોયો છે? બોલો! તમારો જવાબ હશે “ના!!” એવી જ રીતે કોઈ યહૂદી કે પારસી બની ન શકે…
…..કારણ કે આ ત્રણેય ધર્મ જન્મ અથવા રક્ત આધારિત છે. જ્યારે બીજા પ્રકારના જેને વિચાર/વિચારધારા આધારિત ધર્મ કહેવાય છે, એ ધર્મ નો વ્યક્તિ કોઈપણ બની શકે. કોઈપણ વ્યક્તિ જૈન બૌદ્ધ, ખ્રિસ્તી, ઇસ્લામ, શીખ બની શકે. તમને આ ધર્મમાં કોઈ આવતા રોકી નહિ શકે. પણ જો તમે જન્મથી હિન્દૂ ના હોય અને હિન્દૂ બનવા માગતા હોય તો તમને ઘણા જાકુબ હિન્દૂ તો બનાવી દેશે પણ હિન્દુઓમાં તમને કઈ જ્ઞાતિ/જાતિ/ નસ્લમાં સ્વીકૃતિ મળશે? હિન્દુઓની કઈ જ્ઞાતિ તમને પોતાની જ્ઞાતિમાં સમાવશે??
માટે ધર્મોના જે બે પ્રકાર હોય છે, તેમાં
- રક્ત/નસ્લ/જાતિ આધારિત પ્રકારમાં જે તે સંત, સાધુ, સ્વામી, મહંત, મહર્ષિ, ઋષિ, મુનિ વગેરે કોઈપણ જે તે જ્ઞાતિ, જાતિના જ હોવાના , કારણ કે એનો જન્મ કોઈ પણ જ્ઞાતિ, જાતિ માં થયો હોવાને કારણે તેના સંસ્કારો કદીય આ જન્મની જ્ઞાતિ, જાતિ છોડી શકતા નથી. જો તે કહે કે સાધુની કોઈ જ્ઞાતિ, જાતિ ન હોય તો એનો ભરોસો કદીય ન કરશો! જાતિ આધારિત ધર્મનો કોઈપણ ભગવાન, દેવ, દૈવી કે સંપ્રદાય જાતિ વગરનો કદીય હોઈ જ ન શકે, તે જાતિ આધારિત જ હોય છે, માટે તેનો સાધુ કે સંત હમેશા જાતિવાદી જ હોય છે. આ જાતિવાદી સંત પોતાને એમ કહે કે મેં પૂર્વજીવનની જાતિ છોડીને સાધુત્વ પ્રાપ્ત કર્યું છે, તો એવી વાત કદી માનવી જ નહિ. જાતિવાદી સાધુ કે સંત અને સાંપ એની જાતિ વગર કોઈનો સગો ના હોય!!
હા કોઈ સાધુ એમ કહે કે હું બ્રાહ્મણ સમાજનો સંત/સાધુ છું, કે હું ક્ષત્રિય સમાજનો સંત/સાધુ છું, કે હું વૈશ્ય સમાજનો સંત/સાધુ છું, કે હું શુદ્ર સમાજનો સંત/સાધુ છું, તો એમનો વિશ્વાસ કરજો કારણ કે આવા લોકો નિખાલસ પૂર્વક કહી દે છે એટલે એમના ઉપર થોડો ઘણો વિશ્વાસ કરી શકાય બાકી જાતિ આધારિત ધર્મમાં કદીય જાતિવાદ વગરનો સંત કે સાધુનું જન્મવું અસંભવ છે.
જાગતા રહો, સાવધાન રહો, સતર્ક રહો….
Can I have this article in English to understand it better?
તમારા જણાવ્યા પ્રમાણે હિન્દૂ બનવા હિન્દૂ તરીકે જન્મ લેવો પડે. તો તાજેતર માં 3-4 દિવસ પહેલા હરિયાણા માં 40 કુટુંબ મુસ્લિમ ધર્મ છોડી હિન્દૂ ધર્મ માં પ્રવેશ્યા આ સમાચાર તરફ શુ વિચાર કરવો.
મને પ્રશ્ન આજ છે કે આવું થયું કે રીતે? અને થયું તો આ 40 કુટુંબો નો કઈ જાતિ માં સમાવેશ થયો હશે?
એ બિલકુલ ખોટા સમાચાર છે, તેઓ હિન્દુ જ હતા, મીડિયા દ્વારા તેમને મુસ્લિમ એટલા માટે બતાવાયા કારણ કે તેઓ મૃતદેહ ને અગ્નિ સંસ્કાર આપતા હતા,પરંતુ કોરોના મહામારી ના કારણે તેઓ હવે મૃતદેહ ને અગ્નિ સંસ્કાર કરી રહ્યા છે.
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો