ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પત્રકાર પ્રદીપ પરમારને આપી ધમકી

jignesh mevani threatened journalist pradip parmar taigar of banas
jignesh mevani threatened journalist pradip parmar taigar of banas
Wjatsapp
Telegram

વડગામ (બનાસકાંઠા)

 • હલકટગીરી ના કરતો નહીં તો જીજ્ઞેશ મેવાણી જેટલા સારો છે એટલો ખરાબ છું
 • તું પેલી ચકલી મુતરે એટલું લખાવી શકીશ, હું શું કરીશ એ તને અંદાજ નથી. ધ્યાન રાખજે હવે.

ગુજરાતમાં જરૂરિયાતમંદ લોકોને રાશન કીટ આપવાની કામગીરી કરાઈ રહી. જેમાં વડગામના અમુક ગામડાઓમાં લોકોની ફરિયાદ “ટાઈગર ઓફ બનાસ”ના છાપી પ્રતિનિધિ પ્રદિપ પરમારના ધ્યાને આવતા આ બાબતે વચેઠીયાઓને આડે હાથ લેતા, આ બાબતની મિડીયામાં અહેવાલ પ્રસિદ્ધ થતા, આખા પંથકમાં હાહાકાર મચી જવા પામ્યો હતો.

વડગામમાં રાશનકીટ વચેટીયા દ્વારા ચાઉ થઈ જાય છે, તેવો અહેવાલ છપાયો હતો.

તારીખ 11/05/2020 ને સોમવારના રોજ બપોરે 1:11 વાગ્યે વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમના પોતાના નંબર પરથી પ્રદિપ પરમારનેે ધમકી આપતો ફોન આવ્યો હતો. અને ફોનમાં “હલકટગીરી ના કરતો નહીં તો જીજ્ઞેશ મેવાણી જેટલા સારો છે એટલો ખરાબ છું”. તેવું કહ્યું હતું તો શું મિડીયાએ લોકોના પ્રશ્ર્નને ઊઠવવાએ હલકટગીરી કહેવાય? શું ધારાસભ્યનું કંઇ પણ હોય તો સારૂ જ લખવું? ફોનમાં એવું કહ્યું હતું કે, હું તને જોઈ લઇશ …..


ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ પત્રકાર પ્રદીપ પરમારને આપી ધમકી

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

આ પત્રકાર દ્વારા માત્ર જરૂરમંદ લોકોની સાથે થતી મજાકનો અહેવાલ પ્રસિદ્ધ કરાતા જીજ્ઞેશ મેવાણી ગુસ્સે ભરાયાઈ જઈ અને તાત્કાલિક પ્રદિપ પરમારને ફોન કરી ધમકાવી કહ્યું હતું, “તું પેલી ચકલી મુતરે એટલું લખાવી શકીશ, હું શું કરીશ એ તને અંદાજ નથી. ધ્યાન રાખજે હવે.”

પત્રકાર પ્રદીપ પરમારે સવાલ ઉઠાવ્યો છે કે, “શું આવી ધમકી આપી વડગામ ધારાસભ્ય ભ્રષ્ટ વહિવટ પર પડદો નાખવાનો પ્રયાસ કરી રહયા છે?

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

2 Responses

 1. વાઘેલા ગોરઘનભાઈ શંકરલાલ says:

  કલાપીનઞર આમના ઘરે તેમના કાયૅકર સાથી મીત્તો સાથે આ ગઈ દિવાળી પછી એમના ઘરે જે સ્નેહમિલન રાખેલ મળવા ગયેલ,
  મને પણ આપણા દલિતનેતાને મળવાની ઈચ્છા થઈ,લોકો સાથે ઘરે પહોંચી ગયો.
  ત્યારે ફસ્ટ ટાઈમ તેમને રૂબરૂ જોયા,તેમને સાભળવાની ઈચ્છા થઈ,તે જ સમયે આજતકમાથી પત્તકાર ગોપી ઘાઘર તેમનુ ઈન્ટરવ્યુ લેવા આવ્યા,અને અમોએ તો પણ અમારા દલિતનેતાને મળવા રાહ જોઈ.
  ઈન્ટરવ્યુ પત્યા પછી તેઓ ગોપી ઘાઘરને લઈને અમારી વચ્ચે ઉપસ્થિત થયા,અને અમને કહયુ,કોઈ સવાલ હોય તો પૂછો.પરંતુ અમો સવાલ કરીએ કે ના કરીએ,કોઈ મતલબ ન્હોતો,કારણ કોઈ લાઈવ હતુ નહિ,અને કોઈ અમારા સવાલની મીડિયા નોંઘ લેવાનુ ન્હોતુ,તો પછી ખોટી ચચાૅ કરવાનો કોઈ મતલબ ન્હોતો,
  હવે ખાસ વાત મહત્વની એ આવે છે કે જયારે અમો તેમના સામાજીક સંગઠનની વિશેષ ચચાૅ થતી હતી,તે સમયે તેમનો કડવો,અનુભવ થયો,તમણે ચચાૅ દરમિયાન સામાન્ય બાબતને એવુ રૂદ્દ સ્વરૂપ આપ્યુ કે,બેઠેલા તમામનુ અપમાન થાય તેવુ તેમનુ વતૅન જોઈને હુ આશ્ચયૅચકિત થઈ ગયો,કે આજ જીગ્નેશમેવાણી દલિત નેતા આપણો,વિશ્વાશ ના થયો.
  ટુકમાં કીઘુ છે,બઘુ સમજાય ગયુ હશે.
  હવે મારી વાત કરુ,
  હુ ગોરઘનભાઈ વાઘેલા,ગોમતીપૂર વોડૅ,અમદાવાદ-21
  ભા.જ.પ.નો સકિ,ય કાયૅકર .
  પરંતુ હુ છેલ્લા પાંચ વષૅથી નિષ્કિય છુ,કારણ બહુ ભયંકર છે,જેનો રેલો ગાંઘીનગર,મુખ્યમંત્તી સુઘી ગયેલ,એ બનાવ 18-3-15 નો બનાવ,પોલસે તે દિવસે આપણા દલિત ભાઈ બહેનો પર અત્યાચાર કરેલ,અને જે તે પોલિસ વિરૂઘ્ઘ એફ આઈ આર નોઘાય તેની રજૂઆત માટે ગયેલ,પરંતુ જીગ્નેશમેવાણીનો સ્વભાવ જોઈને,અમને રજૂઆત કરવાની હિંમ્મત ના થઈ અને અમો ત્યાથી નીકળી ગયા.
  હુ દલિત ભા.જ.પ.નો કાયૅકર હોવા છતાં સરકાર પાસેથી મને આજ સુઘી ન્યાય મળયો નથી.
  પણ મે હાર નથી માની,મે હાઈકોટૅ જઈને મે નીચલી કોટૅમા ફરિયાદ પોલીસ વિરૂઘ્ઘમા દાખલ કરાવેલ છે.વિસ્તૂત જાણવા આપ મારો સમપકૅ કરી શકો છો.
  મો.9265951068
  વો.નં.8347955799

  • Sharuaat says:

   આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે વેબસાઈટની મુલાકાત લેતા રહેજો

Leave a Reply

Your email address will not be published.