પોતાનું સ્વતંત્ર મીડિયા ઉભું કર્યા વિના બહુજન મુવમેન્ટ આગળ નહીં વધી શકે.

Wjatsapp
Telegram

મીડિયા એક બહું જ મહત્વપૂર્ણ અંગ છે, મુવમેન્ટ ચલાવવા માટે. તમે લોકો મારાં થી વધારે જાણો છો અને બાબા સાહેબ આંબેડકરે પણ આ વિશે ઘણું જણાવ્યું છે, એમણે પણ 1922-23માં મીડિયા વિશે વિચારીને એ દિશામાં આગળ વધવાનો પ્રયત્ન કર્યો. 1922 થી લઈને 1956 સુધી તેઓ કેટલાં આગળ વધ્યા હતાં એ પણ તમારાં લોકોની સામે જ છે. શું એનાંથી #બાબાસાહેબઆંબેડકર ખુશ હતાં?

મને એક અવસર પર મારી પાસે દિલ્લીમાં પ્રોફેસર #ચિટણિસ ઔરંગાબાદ થી મળવા આવ્યા હતા, જ્યારે અમે લોકોએ પબ્લિકેશન વિશે, મીડિયા વિશે વિચારવાનું શરૂ કર્યું તો તેઓ મને કહેવા લાગ્યા કે 1955-56માં બાબા સાહેબ આંબેડકર બહું દુઃખી હતાં, મુવમેન્ટને લઈને અને મીડિયાને લઈને. બાબા સાહેબ આંબેડકર વિચારતાં હતાં કે મીડિયા નાં મામલામાં આપણે ઘણાં આગળ નીકળી જવા ની જરૂર હતી, પણ આપણે આગળ નથી વધી શક્યાં. તમે જે મીડિયા માટે પ્લાન બનાવ્યો છે, તો એનાં વિશે સાંભળીને મને બહું ખુશી થઈ એટલાં માટે હું તમને મળવા માટે દિલ્લી આવ્યો છું. અત્યારે તો એ બિચારાં પ્રોફેસર ચિટણિસ હયાત નથી પરંતુ તેઓ વચ્ચે વચ્ચે વાતો કરતાં હતા, પરંતુ આજ કદાચ તેઓ જીવતાં હોત તો મને પૂછત કે ભૈ તમે 10 વર્ષ પહેલાં પ્લાન તો બહું મોટો બનાવ્યો હતો, પ્લાન તો બહું જ સરસ બનાવ્યો હતો પરંતુ છેલ્લાં 10-12 વર્ષથી અથવા તો 17 વર્ષથી તમે આગળ નથી વધી શક્યાં. ભલે તેઓ હયાત નથી પણ હું તો હજી હયાત છું. હું પોતે પોતાની જાત ને પૂછું છું કે હું આ દિશામાં કેટલો આગળ વધ્યો છું.

બહુજન નેતા માન્યવર કાંશીરામ

મીડિયાની કેટલી #અનિવાર્યતા છે, કેટલી જરૂર છે એ તો આપણા #વડવાઓ એ જણાવ્યું એ આપણને ખબર છે, પરંતુ એ મહત્વપૂર્ણ દિશામાં આપણે કેટલાં આગળ વધ્યાં છીએ, એ બાબતને લઈને મને પોતાની સરસાઈ જોઈને બહું દુઃખ થાય છે. દુઃખનાં કારણે હું મીડિયા વાળા ને પણ ભગાડી દઉં છું, જો તેઓ મારાં ઘરમાં આવે છે, મન તો થાય છે કે એમનું સ્વાગત કરું પણ જ્યારે મને લાગે છે કે આ તો #બ્રાહ્મણીકલ મીડિયા છે, બહુજનો નું મીડિયા ક્યાં છે? એ તો ક્યાંય નજરે નથી પડતું? બહુજન મીડિયા કેમ નજર નથી આવતું? કારણ કે એ ઉપલબ્ધ જ નથી અને જે બ્રાહ્મણીકલ મીડિયા છે એ તો આપણી મુવમેન્ટને રોકવા માટે કામ કરે છે. મને બ્રાહ્મણીકલ મીડિયા પર ગુસ્સો કેમ આવે છે? એ લોકો મને પૂછે છે કે ભૈ તમને આટલો બધો ગુસ્સો કેમ આવે છે? મને ગુસ્સો એટલાં માટે આવે છે કે હું કંઈપણ કરવાને લાયક નથી અને મારો સમાજ પણ કંઈ જ કરવાને લાયક નથી. એટલાં માટે હું વિચારું છું કે મારે આ દિશામાં કાંઈક કરવું જોઈએ અને એટલાં માટે જ વાયદો કરતો રહું છું કે આ વર્ષે ના થાય તો આવતાં વર્ષે મીડિયા ઉભું કરી દઈશું. હવે મેં વિચાર્યું છે કે જે દિવસે અંગ્રેજોએ દેશ છોડયાં ને 50 વર્ષ થાય જે દિવસે આ દેશનાં #સત્તાધારીઓ મોટાંપાયે રંગરેલીયા મનાવે તો એ જ દિવસથી આપણે મોટાપાયે મુવમેન્ટ શરૂ કરી દેવી જોઈએ. કરવાની તો બહું પહેલાં જરૂર હતી પણ હું પોતે પાછળ હટતાં હટતાં અહીં સુધી પહોંચી ગયો છું. 15 ઓગસ્ટ થી બહું મોટાપાયે મુવમેન્ટ શરૂ કરી દેવી જોઈએ.

બહુજન સંગઠક

મુવમેન્ટ માટે મીડિયાની અત્યંત જરૂર છે તો મીડિયાની દિશામાં પણ આપણે મોટાપાયે આગળ વધવું જોઈએ. એટલાં માટે જ સાથીઓ આપ લોકોની સામે હું પોતાની વાત મૂકી રહ્યો છું, એ વાત ને ધ્યાનમાં રાખીને જ મેં મારી વાત તમારી સામે રાખી છે કે તમે લોકો પણ આ વિશે ગંભીરતા થી વિચારો. જે બાબા સાહેબ આંબેડકરનાં આપણે લોકો નારા લગાવીએ છીએ એમણે મીડિયાની દિશામાં 1922 થી લઈને 1956 સુધી શું કોશિષ કરી છે અને તેમનાં ગયાં પછી મહારાષ્ટ્રમાં આપણે લોકોએ કેટલી કોશિષ કરી છે અને આપણી કોશિષ કેટલો રંગ લાવી છે? માત્ર કોશિષ કરવી જ જરૂરી નથી પણ એ કોશિષ રંગ પણ લાવવી જોઈએ, કોશિષમાં સફળતા પણ મળવી જોઈએ.

જો બાબા સાહેબ આંબેડકરે RPI બનાવી છે, જો બાબા સાહેબ આંબેડકરે રાજનીતિમાં આગળ વધવાની કોશિષ કરી છે અને તે દિશામાં બાબા સાહેબ આંબેડકરનાં અનુયાયી હજી પણ કોશિષ કરી રહ્યા છે તો તે કોશિષ કેટલો રંગ લાવી છે? રાજનીતિ માં જો આપણે આગળ નથી વધી શકતાં, હું પણ સમજુ છું કે આપણું લક્ષ્ય હજી પણ #સામાજિક અને #આર્થિક વધુ છે. #બહુજનસમાજ ની જરૂરત સામાજિક અને આર્થિક દિશામાં આગળ વધવાની બહું જ વધારે છે રાજનીતિની સરખામણીમાં. પરંતુ #રાજનીતિક સત્તા પણ અત્યંત જરૂરી છે, તો રાજનીતિક સત્તા પ્રાપ્ત કરવાની દિશામાં આપણે અને આપણી મુવમેન્ટ કેટલી આગળ વધી છે એ વિશે વિચારવું પણ બહું જ જરૂરી બની ગયું છે. રાજનીતિક સત્તાની દિશામાં આપણે કેટલાં આગળ વધ્યાં છીએ કારણકે રાજનીતિક સત્તા જે છે એ પણ એક ગુરુ કિલ્લી છે. હું મારાં હાથનું નથી કહેતો, જે બાબા નાં તમે નારા લગાવો છો તેમની તરફથી હું કહું છું કે #રાજનીતિકસત્તા એક #ગુરુકિલ્લી છે, જેના દ્વારા તમે ઘણાં તાળા ખોલી શકો છો. રાજનીતિક સત્તામાં આપણે પોતાનાં પગ પર ઉભાં થઈને આપણે કેટલાં આગળ વધી શક્યાં છીએ? તો જોવું પડે છે કે આપણે કેટલાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટીને સંસદમાં મોકલીએ છીએ? કેટલાં MLA #એસેમ્બલીમાં ચૂંટીને મોકલીએ છીએ? કેટલાં કોર્પોરેટર ચૂંટીને કોર્પોરેશનમાં આપણે મોકલીએ છીએ? કેટલાં આપણાં #મેયર છે? કેટલાં આપણાં #મુખ્યમંત્રી છે? કેન્દ્રમાં આપણો હિસ્સો કેટલો છે? #વડાપ્રધાન તો દૂર ની વાત છે પણ કેટલો આપણો હિસ્સો છે એ પણ વિચારવા જેવી વાત છે.

જીસકી જીતની સંખ્યા ભારી, ઉતની ઉસકી હિસ્સેદારી

મને એવું લાગે છે કે મહારાષ્ટ્રમાં તમે લોકો આ બાબતે બિલકુલ નથી વિચારતાં. જો વિચારતાં હોત તો તમે જાણવાની કોશિષ કરત કે અમે લોકો #ફુલે ની વાત કરીએ છીએ, #શાહૂ ની વાત કરીએ છીએ, #બાબાસાહેબ ની વાત કરીએ છીએ, તેમની વિચારધારા ની વાત કરીએ છીએ, એ વિચારધારાને આધારે આપણી મુવમેન્ટ કેટલી આગળ વધી રહી છે, એ વિચારધારા ને લોકો સામે રાખીને તાલ ઠોકીને આપણે લોકો કેટલાં મેમ્બર ઓફ પાર્લામેન્ટ ચૂંટીને મોકલીએ છીએ? કેટલાં MLA ચૂંટીને મોકલીએ છીએ? શું પોઝીશન છે આપણી? એટલાં માટે જ મીડિયા બહું જરૂરી છે, મોટાપાયે મીડિયાની જરૂર છે.

અમે #બહુજનનાયક વિશે વિચારીએ છીએ પણ મીડિયા ની તો મોટાપાયે જરૂર છે. કેમ જરૂરી છે કારણ કે મુવમેન્ટ માટે મીડિયા નું હોવું બહું જરૂરી છે. મીડિયામાં આપણે આગળ નથી વધી રહ્યાં માટે મુવમેન્ટ માં પણ આગળ નથી વધી રહ્યાં. અને મને વિશ્વાસ છે કે મુવમેન્ટ વગર પણ મીડિયા આગળ નહીં વધી શકે. હું બહું મજબુર માણસ છું. નાગપુરથી અમે બહુજન નાયક વિકલી બુલેટિન બહાર પાડીએ છીએ, દિલ્લીથી #બહુજનસંગઠક વિકલી બહાર પાડીએ છીએ. એક બે જગ્યાએથી બીજાં વિકલી બુલેટિન બહાર પાડીએ છીએ. જ્યારે આપણે વિકલીથી આગળ વધી નથી શકતા તો હું દેશની દરેક ભાષામાં #બહુજનસમાજબુલેટિન બહાર પાડવાની કોશિષ કરું છું. જો તમે લોકો વિકલી પણ બહાર ન પાડી શકતાં તો 15-20 દિવસમાં જ્યારે તમે મેનેજ કરી શકો ત્યારે પોતાની ભાષામાં બહુજન સમાજ બુલેટિન બહાર પાડવું જોઈએ. આપણાં સમાજને બતાવવાનો પ્રયત્ન કરો કે અમે પાછલાં 15-20 દિવસમાં શું કામ કર્યું છે, અમે શું કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં શું કરવાનાં છીએ. કમસેકમ આટલી જાણકારી તો તમારે લોકોએ પોતાનાં સમાજને આપણી માતૃભાષામાં આપવી જ જોઈએ. પરંતુ ડેઈલી #સમાચારપત્ર શરૂ કરવાની તાત્કાલિક જરૂર છે. દરરોજ વિકલી સિવાય, મંથલી સિવાય અને જે બીજાં અલગ અલગ પ્રકારના પબ્લિકેશન સિવાય ડેઈલી સમાચારપત્ર ની બહું જ મોટાપાયે જરૂરિયાત છે.

આપણી લડાઈ હિંદુ ધર્મ શાસ્ત્રો અને તેને માનનારા લોકો સામે છે

એટલું જ નહીં, હવે તો #પ્રિંટમીડિયા થી ઘણું આગળ નીકળી ગયું છે ઈલેટ્રોનિક મીડિયા, #ઈલેક્ટ્રોનિક_મીડિયા એ આજ પ્રિંટ મીડિયાને ઘણું પાછળ રાખી દીધું છે. જ્યારે મેં કેમેરામેનને, જે ઈલેટ્રોનિક મીડિયાનાં લોકો મને દરરોજ પરેશાન કરતાં હતાં મારાં ઘરમાં આવીને, જ્યારે મેં એમને ભગાડ્યા તો હરરોજ તેઓ ઇલેક્ટ્રોનિક મીડિયાનાં માધ્યમથી આપ લોકોને બતાવતાં હતાં કે જુઓ કાંશીરામે અમને ભગાડ્યા! તમે લોકો પણ વિચારતાં હશો કે ભૈ આ કેવાં માણસો છે કે કેમેરા લઈને ભાગી રહ્યાં છે! આમને કેમ ભગાડી રહ્યાં છે? અને હરરોજ તેઓ સવાર સાંજ જ્યારે પણ એમને મોકો મળતો હતો તો દરેક પ્રકારની ચેનલ પર તેઓ બતાવી રહ્યા હતા, કેમ બતાવી રહ્યાં હતાં? આપણી મુવમેન્ટને રોકવા માટે બતાવી રહ્યા હતા. તો આવી રીતે મીડિયા જગતમાં દુનિયા તો ઘણી આગળ નીકળી ગઈ છે, આપણો દેશ પણ ઘણો આગળ વધી ગયો છે, પરંતુ આપણો સમાજ આ દિશામાં હજી પણ આગળ નથી વધી રહ્યો.

– માન્યવર કાંશીરામ સાહેબ
02_એપ્રિલ_1997નાગપુર (બહુજન નાયક વિકલી પેપરની 17મી વર્ષગાંઠ પર માન્યવર કાંશીરામ સાહેબ દ્વારા આપેલ ભાષણમાંથી)

અનુવાદ – પ્રવીણ કુમાર

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.