ચોમાસું આવે તે પહેલાં ગામલોકો શું-શું તૈયારી કરતા હોય છે? વાંચો રસપ્રદ માહિતી

Wjatsapp
Telegram

ચોમાસું આવે એ પહેલા ગામના લોકો ચોમાસા માટે અમુક પ્રકારની આગોતરી તૈયારીઓ કરતા હોય છે જેમ કે,

● ખેતર સાફ કરવા.
● ખેતરમાંથી પથ્થર વીણવા.
● શેઢા-પાળા પરના કાંટા સાફ કરવા.
● કાંટા બાળવા.
● વાડમાં પડેલા છીંડા પૂરવા/વાડની મરામત કરવી.
● છાણિયું ખાતર ખેતરમાં નાંખવું.


● ઘાસ માળે ચડાવવું.
● કૂવા ગળાવવા.
● વરસાદનું પાણી વહી ના જાય માટે ખેતર/ક્યારાના નાકા બાંધવા.


● સૂકા લાકડાં અને છાણાં માળે ચડાવવા.
● વેલા ચડાવવા માટે કળિયા રોપવા.
● ડાંગર માટે ધરું નાંખવું.
● બિયારણની તૈયારી કરવી.
● હળ,ધૂસરી અને પરોણો ઘડાવવો.
● ઉપયોગી હથિયારોની ધાર કઢાવવી.
● દોરડાઓ બનાવવા/વણાવવા.
● પશુઓની કોઢમાં ખાડા પૂરવા અને ચોમાસા દરમિયાન કોઢમાં ખાડા પડે તે પૂરવા કોરી માટીનો સંગ્રહ કરવો.
● ટોપલા વણાવવા.
● બળદના મોઢે પહેરાવવા માટે ‘હેચી’ વણાવવી.
● નવો બળદ હોય તો તેને તાલીમ આપવી.
● ઘર ચાળવવું….વગેરે…..

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

મોટા ભાગે ચોમાસાની આગોતરી તૈયારીઓમાં સામ્યતા હોય છે પરંતુ ક્યાંક વિસ્તાર મુજબ થોડી ભિન્નતા જોવા મળે છે. ગ્રામ્ય જીવન હંમેશા ડહાપણ ભર્યા આયોજન પૂર્વકનું હોય છે. ગામડાઓમાં બીજી ઋતુઓ કરતા ચોમાસામાં વધારે તૈયારીઓ કરવી પડે છે. ગામડાઓ માટે ચોમાસું એ ખેતીની મુખ્ય ઋતુ છે.

નોંધ:- આપના વિસ્તારનું આનાથી કંઈક તો ભિન્ન હશે જ તો તે પણ કોમેન્ટમાં જણાવશો.

✍️ પ્રવીણસિંહ ખાંટ

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *