સ્વામી વિવેકાનંદે “ભારતના પતન અને હિન્દૂ ધર્મ” વિશે શું કહ્યું છે!?

Wjatsapp
Telegram

પુરોહિત અને વિશેષાધિકાર

પૃષ્ઠ:૩૬ (જાતિ, સંસ્કૃતિ અને સમાજવાદ)

ઈશ્વર છે એમ પુરોહિતો માને તો છે , પણ તેઓ કહે છે કે આ ઈશ્વરને માત્ર તેમની દ્વારા જ પ્રાપ્ત કરી શકાય અને જાણી શકાય . ગર્ભમંદિરની અંદર તો માત્ર પુરોહિતોની રજાથી જ લોકો દાખલ થઈ શકે. તમારે તેમને દક્ષિણા આપવી પડે, તેમનું પૂજન કરવું પડે, તેમના હાથમાં બધું સોંપી દેવું જોઈએ. જગતના સમગ્ર ઇતિહાસમાં જોશો તો પુરોહિતવૃત્તિ વારંવાર ઊગી નીકળી છે; સત્તા માટેની પ્રચંડ પિપાસા, વાઘની રકતપ્યાસના જેવી આ સત્તાની લાલસા માનવ સ્વભાવનો એક ભાગ હોય તેમ દેખાય છે . પુરોહિતો તમારા ઉપર શાસન ચલાવે છે, તમારા માટે હજારો વિધિનિયમો કરી મૂકે છે; પોતાના ઉચ્ચ સ્થાનને ટકાવી રાખે તેવી કથાઓ તમને કહે છે. ભારતના પુરોહિતોમાં, બ્રાહ્મણોમાં મોટા પ્રમાણમાં બૌદ્ધિક અને આધ્યાત્મિક શક્તિઓ હતી. ભારતનો આધ્યાત્મિક વિકાસ આ લોકોએ જ શરૂ કર્યો હતો અને તેમણે અદ્ભુત પરિણામો હાંસલ કર્યા હતાં. પરંતુ એવો સમય આવ્યો કે બ્રાહ્મણોને પ્રથમ પ્રેરણા આપનાર પ્રગતિની સ્વતંત્ર ભાવના અદશ્ય થઈ. તેમણે પોતે જ અયોગ્ય રીતે સત્તા અને વિશિષ્ટ હક્કો ભોગવવાનું શરૂ કર્યું. બ્રાહ્મણ જો કોઈની હત્યા કરે તો તેને સજા કરી શકાય નહિ; જન્મમાત્રથી જ બ્રાહ્મણ આ વિશ્વનો માલિક છે ! અરે, બ્રાહ્મણ દુષ્ટમાં દુષ્ટ હોય તો પણ તેની પૂજા થવી જોઈએ ! ભારતમાં સામાજિક જીવનના બીજા દરેક ધંધાની પેઠે પુરોહિતપણું પણ વંશપરંપરાનો એક ધંધો છે. જેમ સુથારનો દીકરો સુથાર થાય કે લુહારનો દીકરો

પૃષ્ઠ:૩૭ (જાતિ, સંસ્કૃતિ અને સમાજવાદ)

લુહાર થાય તેમ પુરોહિતનો પુત્ર પણ પુરોહિત બને. તેથી રૂઢિચુસ્ત હિંદુઓ ખૂબ જ સંકુચિત હોય છે; પોતાના સંકુચિત વિચારો તથા ભાવનાઓના વર્તુળમાં જ તેઓ રહ્યા કરે છે . કઈ રીતે જીવન ગાળવું એ સંબંધી તેમના પ્રાચીન ગ્રંથોમાં અત્યંત વિસ્તારથી લખવામાં આવ્યું છે; તેઓ વિધિનિષેધોની એ બધી નાનામાં નાની વાતોને પણ ચુસ્તપણે વળગી રહેવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાતિ જેમ ઊંચી તેમ તેના નિયમોનાં બંધન પણ વધારે. ઊતરતી જ્ઞાતિના લોકો ફાવે તે ખાઈ પી શકે છે. પરંતુ સમાજમાં જેમ જેમ જ્ઞાતિ ઊંચી તેમ તેમ તેના આહાર – વ્યવહારના નિયમો પણ વધારે સખત અને સૌથી ઉચ્ચ જ્ઞાતિ, ભારતની વંશપરંપરાગત પુરોહિત જ્ઞાતિ, બ્રાહ્મણના જીવનમાં સૌથી વધુ કડક નિયમો હોય છે. એ તો સ્વાભાવિક છે કે જે સમૂહ ઊંચે ચડ્યો હોય, તે પોતે પોતાના હક્કો જાળવી રાખવા મથે. તેથી જ્યારે જ્યારે બની શક્યું છે ત્યારે ત્યારે નીચી જ્ઞાતિઓના તેવા ઊંચે આવવાના પ્રયાસને, ઊંચી જ્ઞાતિઓએ- ખાસ કરીને બ્રાહ્મણોએ-રાજાની મદદથી દાબી દેવા પ્રયત્નો કર્યા છે; અને શક્ય હોય ત્યાં શસ્ત્રબળ પણ વાપર્યું છે. પરંતુ પ્રશ્ન એ છે કે તેમાં તેઓ સફળ થયા છે ખરા ? તમારાં પુરાણો અને ઉપપુરાણો, ખાસ કરીને મહાપુરાણોના સ્થાનિક ખંડો ઝીણવટથી તપાસો, આજુબાજુ જુઓ અને તમારી આંખ આગળ શું થઈ રહ્યું છે તે નિહાળો તો તમને એનો ઉત્તર મળી રહેશે.

—————————————————————-

બ્રાહ્મણોની સત્તાનો પાયો બુદ્ધિશક્તિ ઉપર આધાર રાખે છે.

પૃષ્ઠ:૪૧ (જાતિ, સંસ્કૃતિ અને સમાજવાદ)

બ્રાહ્મણવર્ગ ભારતની ભૂમિ પર ક્યાં સુધી હસ્તી ધરાવી શકશે? જેઓ પોતાના સિવાય કોઈ એક ખાસ વ્યક્તિને માથે કે વ્યક્તિ – સમૂહને માથે બ્રાહ્મણ વર્ગની શ્રેષ્ઠતાને નીચે લાવવાનો પ્રયાસ કરવાનો દોષ મૂકે છે, તે લોકોએ જાણવું જોઈએ કે કુદરતના અબાધિત કાનૂન અનુસાર બ્રાહ્મણ જ્ઞાતિ પોતાના હાથે જ પોતાની ઘોર ખોદી રહી છે, અને તેમ જ થવું જોઈએ. ઉચ્ચ જન્મ અને ઊંચા ખાનદાનવાળી બધીય જાતિઓએ પોતાની ચિતા પોતાના હાથે જ ખડકવાની પોતાની મુખ્ય ફરજ ગણવી જોઈએ.

——————————————————————

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

પુરોહિતપણું એ ભારતનું હળાહળ વિષ છે. માણસ પોતાના ભાઈને નીચો પાડ્યા પછી પોતે અધઃપતનમાંથી છટકી શકે ખરો ? પોતાને ઈજા પહોંચાડ્યા વિના કોઈ પણ માણસ બીજાને ઈજા પહોંચાડી શકે ખરો? બ્રાહ્મણો અને ક્ષત્રિયોની જોહુકમી તેમના પોતાના જ માથા ઉપર ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે પછડાઈ છે, અને કર્મનો નિયમ હજારો વરસ થયાં તેમના ઉપર ગુલામી અને અધઃપતન લાદી રહ્યો છે. ભાઈ ! દક્ષિણ ભારતમાં ઉચ્ચ વર્ણના લોકો નીચા વર્ણના લોકોને જે રીતે પજવે છે તેના ભયંકર અનુભવ મને થયા છે. જે ધર્મ ગરીબોનાં દુઃખ દૂર ન કરે અને માનવને દેવ ન બનાવે તે શું ધર્મ કહેવાય? તમે માનો છો કે આપણો ધર્મ ‘ધર્મ’ના નામે લાયક છે? આપણો ધર્મ એટલે કેવળ “ અડશો નહિ ‘ , “ અડશો નહિ ” છે . અરે ભગવાન ! જે દેશના નેતાઓ છેલ્લા બે હજાર વર્ષથી જમણે હાથે ખાવું કે ડાબા હાથે , ‘ જમણી બાજુથી પાણી લેવું કે ડાબી બાજુથી ” , એવી બાબતોની ચર્ચા કરતા આવ્યા છે તે દેશનો વિનાશ ન થાય તો કોનો થાય ?

– સ્વામી વિવેકાનંદ

પૃ.36-37 અને 41 (જાતિ, સંસ્કૃતિ અને સમાજવાદ)

સંકલન : અભિગમ મૌર્ય

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.