ફૂલે દંપતિનું મિશન એટલે શું?

Wjatsapp
Telegram

શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો” ડૉ. બાબાસાહેબ આંબેડકરે આપેલ આ ત્રિસુત્રીય કાર્યક્રમમાં આપણે “શિક્ષિત બનો”ને ફક્ત અને ફક્ત ડીગ્રી, સર્ટિફિકેટ વાળું શિક્ષણ સમજી બેઠા છીએ. જેનાથી ફક્ત સારા ટકા અને સારી નોકરી મળે પણ કોઈ સામાજિક ઉત્થાન ના થાય.

આપણે ત્યાં સારા ટકા મેળવવા માટે, નોકરી ભરતી માટે સમાજના જે કલાસીસ ચાલે છે તેમાં પણ સારા તક કેવી રીતે મેળવવા, પરીક્ષા પાસ કરી નોકરી કેવી રીતે મેળવવી, તે જ શીખવાડવામાં આવે છે. પણ, શિક્ષણ કે નોકરી મેળવી સમાજ સાથે કેવી રીતે જોડાઈ રહેવું, સમાજને કેવી રીતે મદદરૂપ થવું તે શીખવાડવામાં આવતું નથી.

જેના પરિણામ સ્વરૂપ યુવાનોમાં “Pay Back To Society”ની ભાવના કેળવાયેલી ના હોવાથી શિક્ષણ, નોકરી મળતાં જ તે સમાજથી અલગ થઈ જાય છે. સમાજ પ્રત્યે બેજવાબદારીપૂર્વક વર્તે છે. જેમાં વાંક યુવાનોનો નહિ, સમાજનો જ છે. કારણ કે આ યુવાનોનને કોઈએ સામાજિક શિક્ષણ આપેલ હોતું નથી એટલે તેમનામાં સમાજ ભાવના ના હોય, તે સ્વાભાવિક છે.

રાષ્ટ્રપિતા જ્યોતિબા ફૂલે અને ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેનું જીવનચરિત્ર વાંચો તો તમને જણાશે કે તેમણે શિક્ષણની સાથે સાથે કેળવણીનું પણ કામ કર્યું હતું અને એટલે જ તેમનું મિશન તેમના મૃત્યુ પછી અટક્યું નથી. અને દુઃખદ વાત એ છે કે દિવસ-રાત મિશનના નામે દોડાદોડ કરતાં યુવાનો, વડીલો આપણા મહાનુભાવોએ બતાવેલ સાચા માર્ગે ચાલતા નથી અને મિશનની પોતપોતાની રીતે વ્યાખ્યા કરે છે. શિક્ષણની સાથે કેળવણી અને કેળવણીની સાથે વિચાર પરિવર્તન, આ જ આપણા મહાનુભાવોએ બતાવેલ સાચું મિશન છે.

જ્યોતિ કે જોતિ?
સાચું નામ જ્યોતિરાવ છે. મહારાષ્ટ્રમાં જોતિ બોલાય અને લખાય છે. અને ગુજરાતીમાં આપણે જ્યોતિ લખીએ છીએ, “જ્યોતિરાવ” એમ નામ લખીએ છે. આમ, જોતિરાવ અને જ્યોતિરાવ એમ બન્ને નામ સાચા છે.

ફુલે કે ફૂલે?
આ પણ ઉપર જેવું જ છે. મહારાષ્ટ્રમાં ફુલે બોલાય અને લખાય છે. અને ગુજરાતીમાં આપણે ફૂલે લખીએ છીએ.

આપણે આપણા બાળકો, યુવાનોને આપણા મહાનુભાવોના જીવનસંઘર્ષ વિશે જણાવી, વંચાવી સામાજિક લડત માટે તૈયાર કરવા જોઈએ.

રાષ્ટ્રપિતા જોતિરાવ ફૂલે અને ક્રાંતિજ્યોતિ સાવિત્રીબાઈ ફૂલેનું સંક્ષિપ્ત જીવનચરિત્ર ટૂંક સમયમાં આપ સમક્ષ રજુ કરવાના છીએ. ૩૧ માર્ચ ૨૦૧૯ પુસ્તક વિમોચન છે અને લગભગ ૨૧ તારીખથી તમે એડવાન્સ ઓર્ડર નોંધાવી શકશો. આ પુસ્તક નાના-મોટા, સ્ત્રી-પુરુષ એમ બધાને ઉપયોગી થશે એવો અમારો દ્રઢ વિશ્વાસ છે અને આ પુસ્તક વાંચી શિક્ષણનું મહત્વ સમજી, ફુલેદંપતિના શિક્ષણરથને આગળ વધારશે, તેવી અમારી નમ્ર વિનંતી છે.

અમારા અન્ય પુસ્તકો જોવા માટે ક્લિક કરો.
http://sharuaat.com/bookstore/shop/

શરૂઆત બુક સ્ટોર
8141191311

માહિતી આભાર : પ્રો. યશવંત વાઘેલા

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *