કોરોના અને લોકડાઉન જેવા સંજોગોમાં સ્ત્રીઓની હાલત કેવી છે?

ગઈ કાલે એક વેબિનાર યોજાઈ ગયો. એમાં સ્ત્રીઓ પર કોરોના કટોકટી ની અસર અંગે મંજુલાબેન, સુશીલાબેન
અને પૂર્ણીમાબેનની પેનલે કોરોના મહામારી અને લોક ડાઉનમાં સ્ત્રીઓની પરિસ્થિતિનો ચિતાર રજૂ કર્યો.
ખાસ કરીને મજૂરી કરતી સ્ત્રીઓ (દલિત, આદિવાસી, ઓબીસી, ગરીબ , એકલનારીની વાત કરી. એમાં એમની સામાજિક , આર્થિક , માનસિક અને શારીરિક સ્થિતિ અંગે વાત કરી.
હાલની પરિસ્થિતિ જોતા માણસનું અસ્તિત્વ ટકાવવુ મૂશ્કેલ બન્યું છે ત્યારે પણ ઘરેલું હિંસા અને જાતિગત હિંસાએ માઝા મૂકી છે દલિત સ્ત્રીઓ પર બળાત્કાર અને ખૂન જેવાં બનાવ પણ બની રહ્યા છે.
ઘણી બધી માહિતી મળી એમાં પંચાયત અને પ્રશાસન, સંસ્થા, સંગઠનો અને સામાજિક આગેવાનોની ભૂમિકા વિશે પણ વાત થઈ અને સ્થિતિ પહોંચી વળવા શું પ્રયત્ન હોવા જોઈએ અને સરકારના વાયદાઓનું અમલીકરણ કરાવવા શું પગલાં લેવા વગેરે વાત થઈ.
છેલ્લે એટલું કહું કે,
- સામાજિક ઈસ્યુ હોય તો મહિલાઓ ટાર્ગેટ
- જાતિગત ઇસ્યુ હોય તો મહિલાઓ ટાર્ગેટ
- જમીનના ઇસ્યુ હોય તો મહિલાઓ ટાર્ગેટ
- કોમી રમખાણો હોય તો મહિલાઓ ટાર્ગેટ
- સફાઈ કામદારોમાં સૌથી વધુ મહિલાઓ પિડિત
હવે આ મહામારીમાં પણ સૌથી વધુ મહિલાઓ ભોગ બની રહી છે.