

આજે હુ Pi industries કંપનીમા Production Executive પોસ્ટ માટે ઈન્ટરવ્યુ આપવા ગયો હતો.ઈન્ટરવ્યુ સ્થલ બરોડામા જ હતુ એટલે સવારે નવ વાગે બરોડા પહોચી ગયો.જ્યારે ઈન્ટરવ્યુ શરુ થયુ એટલે પહેલો રાઉન્ડ HR dept. નો હતો કે જે સેલેરી ડીસ્કશન અને નોમૅલ વાતચીતનો હતો.એ માટે હુ HR head પાસે ઈન્ટરવ્યુ માટે ગયો.
જેવો હુ ઈન્ટરવ્યુ માટે કેબીનમા દાખલ થયો એટલે સામે ખુરશીમા એક દેખાવે સજ્જન પુરુષ હતા.હુ ત્યા તેમની સામે ખુરશીમા જઈને બેસી ગયો.પછી શરુ થયુ ઈન્ટરવ્યુ.તેમનો પહેલો જ પ્રશ્ન હતો કે તમારુ નામ શુ છે?તો મે વડતા જવાબમા ફક્ત મારુ નામ કહ્યુ.એટલાથી એમને સંતોષ ના થયો એટલે મારી અટક પૂછી.આના જવાબમા મે કહ્યુ કે સાહેબ હુ બૌધ્ધ ધમ્મમા માનુ છુ અને એમા કોઈ જાતિઓ નથી બધા જ સમાન છે,ઊંચ નીચનો કોઈ ભેદભાવ નથી.મારો આટલો જવાબ સાંભડીને તેમનુ મોઢુ ઉતરી ગયુ.તેમના મોઢા પર એક અજીબ ભાવ દેખાયો.પછી તેમને મને બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે દલિત છો?તો સામે વડતા જવાબમા મે કહ્યુ કે હુ દલિત સમાજમા જનમ્યો જરુર છુ પરંતુ હુ દલિત નથી.દલિત એટલે શોષિત,પીડીત કે જેનુ શોષણ થતુ હોય તે દલિત કહેવાય પરંતુ સાહેબ હુ દલિત નથી કેમકે મારુ શોષણ કરવાની કોઈનામા તાકાત નથી.ફરી મારો આવો જવાબ સાંભડીને તે અવાચક્ થઈ ગયા.પછી તેમને મને પ્રશ્ન કયોૅ કે તમે કેટલુ ભણ્યા છો?તો મે સામે કહ્યુ કે મે B.sc chemistry સુધી અભ્યાસ કયોૅ છે.આટલુ સાંભડીને તેમને તરત કહ્યુ કે તમારા સમાજમા પણ આટલુ બધુ ભણે છે?ત્યારે મે સામે કહ્યુ કે સાહેબ 5000વરસ પછી બાબા સાહેબના પ્રતાપે ભણવાનો અધીકાર મલ્યો છે તો ભણીએ જ ને?અને અમારો બાપ બાબા સાહેબ આંબેડકર 14 ડીગ્રી ધરાવતા હતા કે જે સમગ્ર વિશ્વમા "Symbol of knowledge " તરીકે ઓડખાય છે તો પછી અમે કેમ ના ભણીએ?અને અમારો બાપ અમારા માટે શિક્ષણ,આરક્ષણ,સ્કોલરશીપની વ્યવસ્થા કરીને ગયો છે તે ભણીએ જ ને?મારો આવો જવાબ સાંભડી તે હેબતાઈ ગયા.પછી તરત જ તેમને કેટલી સેલેરી લેશો એમ પૂછ્યુ.તો મે મારી કરંટ સેલેરીના 35% વધારો માગ્યો.એટલે કે 5.5લાખ/વષૅ પગાર માગ્યો.એટલે તેમને કહ્યુ કે આટલો પગાર તો નહી અપાય પરંતુ 5.2 લાખ/વષૅ જેટલો આપીશુ .તો મે એટલો ફાઈનલ કયોૅ.હવે સાંજે પ્લાન્ટનુ ઈન્ટરવ્યુ છે જોઈએ શુ થાય છે તે....
આ પોસ્ટ લખવાનો હેતુ એટલો જ છે કે જ્યારે તમને "તમે કેવા ?" એમ પૂછવામા આવે તો ડરવાનુ નહી બેજીજક જવાબ આપી દેવાનો.એ લોકોને પણ ખબર પડવી જોઈએ કે આપણા સમાજના લોકો પણ શિક્ષિત છે,એમની બરાબરી કરી શકીએ છીએ.....
નીતિન બૌદ્ધ
જય ભીમ
નિતીનભાઈ જય ભિમ !!
આપના દરેક જવાબ માં જે ખુમારી અને નીડરતા હતી તે ખરેખર તારીફે કાબિલ છે અને બીજા ઘણા યુવાઓ માટે સારું ઉદાહરણ સ્થાપ્યું છે !
આપના કિંમતી રીપ્લાય બદલ ખૂબ-ખૂબ આભાર, આર્ટિકલ્સ સ્પ્રેડ કરતા રહેજો ને વધુ અપડેટ માટે રોજ વેબસાઈટની મુલાકાત લેતા રહેજો