આ છત્રપતિ સાહુજી મહારાજ એટલે કોણ? શા માટે આજે ભારતના 85% બહુજનો એમને યાદ કરી રહ્યા છે?

Wjatsapp
Telegram

ભારતમાં સૌપ્રથમ અનામત શરૂ કરનાર કણબી મહારાજા છત્રપતિ શાહુજી મહારાજની આજે પુણ્યતિથિ છે.

છત્રપતિ શાહુજી મહારાજ ભારત ના એક સાચા જનનાયક અને સમાજ સુધારાવાદીના રૂપમાં ઓળખવામાં આવે છે. તેઓ મહારાજા હોવા છતાં દલિત,પછાત,શોષિત વર્ગના કષ્ટને પોતાનું સમજ્યા અને હંમેશા તેને દૂર કરવા પ્રયત્નશીલ રહ્યા.

તેમણે દલિત વર્ગના વિધાર્થીઓને મફતમાં શિક્ષણ આપવાની પ્રથા શરૂ કરી. તેમના શાશન દરમિયાન બાળલગ્નો પર કાયદેસરનો પ્રતિબંધ મુકવામાં આવ્યો, આજે જ્યારે ઢોંગી કથાકારો વિશે બોલવામાં પણ વિચારવું પડે છે ત્યારે શાહુજીએ તે સમયના રૂઢિવાદી વાતાવરણ વચ્ચે આંતરજ્ઞાતિય લગ્નો તથા વિધવા પુનઃલગ્નના સમર્થનમાં પોતાનો અવાજ ઉઠાવ્યો. આ વાતને લઇને તેમને સમાજ તરફથી બહુ કડક ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો. શાહુજી મહારાજ મહાત્મા જ્યોતિબા ફૂલેના વિચારોથી ખૂબ જ પ્રભાવિત હતા.

૨૬મી જુલાઈ ૧૯૦૨ના દિવસે ભારતના ઈતિહાસમાં સૌ પ્રથમવાર છત્રપતિ શાહુજી મહારાજે તેમના રાજ્ય કોલ્હાપુર સ્ટેટમાં દલિતો અને પછાતો માટે ૫૦% અનામત આપવાનો ઓફિશિયલ ઓર્ડર કરીને દેશના પછાતો, વંચિતો અને દલિતોની ભાગીદારી સુનિશ્ચિત કરી.

છત્રપતિ સાહુજી મહારાજના અસ્પૃશ્યતા નાબુદી માટેના વિચારો

છત્રપતિ શાહુજી મહારાજનું સ્પષ્ટ કહેવું હતું કે “તેમનાં રાજ્યમાં આભડછેટને ક્યારેય પણ ચલાવી લેવામાં નહી આવે. ઉચ્ચજાતિઓએ દલિતોની સાથે માનવીય વ્યવહાર કરવો જ પડશે. જ્યાં સુધી મનુષ્યને મનુષ્ય નહી સમજવામાં આવે ત્યાં સુધી માનવ સમાજનો સર્વે દિશાઓમાંથી વિકાસ થવો શક્ય જ નથી.

૧૫ એપ્રિલ,૧૯૨૦ના દિવસે નાસિકમાં “ઉદોજી વિધાર્થી છાત્રાલય” ના પાયાનું શિલાન્યાસ કરતા સમયે છત્રપતિ શાહુજી મહારાજે કહ્યું હતું કે “જાતિવાદનો અંત ખૂબ જ જરૂરી છે, જાતિવાદને સમર્થન આપવું એક અપરાધ છે. આપણા બહુજન સમાજની પ્રગતિમાં સૌથી મોટી અડચણ હોય તો તે જાતિવાદ છે. જાતિ મુજબના સંગઠનોના અંગત સ્વાર્થ હોય છે. નિશ્ચિતરૂપથી આવા સંગઠનોએ પોતાની શક્તિનો ઉપયોગ જાતિવાદને ખતમ કરવા માટે કરવો જોઈએ.”

છત્રપતિ શાહુ મહારાજે કોલ્હાપુર સ્ટેટની નગરપાલિકાની ચૂંટણીમાં અછૂતો માટે પણ સીટો અનામત રાખેલી હતી. આ ભારતના ઈતિહાસમાં પ્રથમવાર બન્યું હતું કે નગરપાલિકાનો અધ્યક્ષ અશ્પૃશ્ય જાતિનો ચૂંટાઈને આવ્યો હતો, તેમણે હંમેશા બધા લોકોને સમાનતાની નજરે જ જોયા હતા. શાહુજી મહારાજે OBC/SC/ST સમાજના વિધાર્થીઓ માટે અલગથી ખોલાયેલા છાત્રવાસોને બંધ કરાવી તેઓને સવર્ણ વિધાર્થીઓની સાથે બધા માટે એક સાથે અભ્યાસ કરવાની વ્યવસ્થા અમલમાં લાવ્યા હતા.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

શાહુજી મહારાજ પોતે કોલ્હાપુર સ્ટેટના રાજવી હોવા છતાં ડૉ.બાબાસાહેબની તીક્ષ્ણ બુદ્ધિ પ્રતિભાની તેમને જાણ થતા તેઓ સામેથી ચાલીને ડૉ.આંબેડકર સાહેબના ઘરનું સરનામું શોધી ને તેમને મળવા પરેલની ચાલીમાં ગયેલા અને કોઈપણ પ્રકારની સહાયતાની જરૂર હોય તો આપવા તત્પરતા દાખવી હતી. બાદમાં શાહુજી મહારાજે ડો.બાબાસાહેબ આંબેડકરને મુકનાયક વર્તમાનપત્ર પ્રકાશિત કરવામાં પણ સહાયતા કરેલી. સદીઓથી જેઓને બોલવા ચાલવાનો હક ન હતો તેમને છત્રપતિ શાહુજી મહારાજના શાશનમાં બોલવાની અને વિચારોને અભિવ્યક્ત કરવાની સ્વતંત્રતા આપવામાં આવેલી અને તેમના શાશનમાં જ તેમણે વિધવા પુનઃવિવાહને કાયદેસરની માન્યતા બક્ષી હતી.

કિસાનકુળ રત્ન છત્રપતિ શાહુજી મહારાજશ્રીને હ્દયપૂર્વક શ્રદ્ધાંજલિ….

– મહેશ ભારતીય

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.