ગૌવિજ્ઞાન-Cow Science પરીક્ષા શામાટે?

Wjatsapp
Telegram

કૃષ્ણ અને ગાય જોડાયેલ છે. કૃષ્ણને ગોવાળિયો પણ કહે છે. હિન્દુઓ ગાયને પવિત્ર માને છે. ગાયનું પૂછડું પકડીને સ્વર્ગમાં જવાય છે; એવી અંધશ્રદ્ધા છે. પરંતુ ગાયનું પૂછડું પકડવાથી સત્તા અચૂક મળે છે ! ગુજરાતમાં ગૌવંશ હત્યા અંગે કાયદો બન્યો છે. કેન્દ્ર સરકારે 2019 માં RKA-Rashtriya Kamdhenu Aayogની રચના કરી છે. તેનો હેતુ ગૌકલ્યાણ અને સંશોધનનો છે. કામધેનુ આયોગે 21 ફેબ્રુઆરી 2021 ના રોજ ગૌ-વિજ્ઞાન-Cow Science પરીક્ષા-2021 એકાએક સ્થગિત કરી છે ! આ રાષ્ટ્રીય સ્તરની ઓનલાઈન પરીક્ષા 25 ફેબ્રુઆરીના રોજ યોજાનાર હતી. દેશ-વિદેશના 5 લાખ પરીક્ષાર્થીઓ આ પરીક્ષા આપવાના હતા. આ પરીક્ષાના આયોજનમાં UGC- યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને પણ રસ લીધો છે ! RKAએ ગૌવિજ્ઞાનનો કોર્સ ડીઝાઈન કર્યો છે. કામધેનુ આયોગના ચેરમેન ડો. વલ્લભભાઈ કથિરિયાએ 5 જાન્યુઆરીએ આ પરીક્ષાની જાહેરાત કરી હતી. 15 જાન્યુઆરીએ રજિસ્ટ્રેશન શરુ થયું હતું. એક કલાકની ઓનલાઈન પરીક્ષા 13 ભાષાઓમાં આપી શકાય તેવું આયોજન છે. આ પરીક્ષાનો હેતુ 51 ગૌજાતિ અને પશુપાલનના નિયમો અંગે લોકોમાં જિજ્ઞાસા અને જાગૃતિ પ્રગટાવવાનો છે. લોકોને ખબર હોવી જોઈએ કે ગાય જો દૂધ આપવાનું બંધ કરી દે તોપણ તે વ્યવસાયના ઘણા અવસર આપી શકે છે ! આ પરીક્ષામાં પ્રાથમિક શાળાના/કોલેજના વિદ્યાર્થીઓ અને કોઈ પણ નાગરિક ભાગ લઈ શકે છે. કામધેનુ આયોગે આ પરીક્ષા માટે સ્ટડી મટિરિયલ વેબસાઈટ પર મૂક્યું છે. પરીક્ષાની ઘોષણા બાદ UGCએ 900 કોલેજ અને યુનિવર્સિટીને પત્ર લખી વિદ્યાર્થીઓમાં ગૌવિજ્ઞાન પરીક્ષાને પ્રોત્સાહન આપવા સૂચના કરી હતી.

Sharuaat Book Store પરથી પુસ્તકો મેળવવા અહીં ક્લીક કરો.

શામાટે આ પરીક્ષા સ્થગિત કરવામાં આવી? કામધેનુ આયોગે પોતાની વેબસાઈટ ઉપર સ્ટડી મટિરિયલ મૂક્યું છે; તેમાં અંધવિશ્વાસનું સમર્થન કરવામાં આવ્યું છે ! જેમકે ‘જે લોકોએ પોતાની દિવાલો ઉપર ગાયનું છાણ લીપેલું હતું તેના ઉપર ભોપાલ ગેસ ત્રાસદીની કોઈ અસર પડી નહતી ! જ્યાં ગૌવંશને કાપવામાં આવે છે તે વિસ્તાર ભૂકંપ માટે વધુ સંવેદનશીલ હોય છે ! દેશી ગાયોના દૂધમાં સોનાના કણો હોય છે એટલે દૂધ થોડું પીળું દેખાય છે !’ કેટલાંક વિજ્ઞાનિકોએ/બુદ્ધિજીવીઓએ ટીકા કરી કે આ વિજ્ઞાન નથી, શુદ્ધ અંધવિશ્વાસ છે ! પશ્ચિમ બંગાળની જાદવપુર યુનિવર્સિટી અને કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદે કહ્યું છે કે આ તો વિજ્ઞાનના નામે અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવાની યોજના છે ! જાદવપુર યુનિવર્સિટીએ તો પરીક્ષાનું આયોજન કરવાની ઘસીને ના પાડી દીધી; અને પોતાના ફેસબૂક પેજ પર લખ્યું કે ‘આ પરીક્ષામાં 5 લાખ વિદ્યાર્થીઓ બેસવાના છે; જેનાથી દેશની એજ્યુકેશન સીસ્ટમને અવૈજ્ઞાનિક દિશા મળશે ! જાદવપુર યુનિવર્સિટીની અપીલ છે કે આ પરીક્ષાના આયોજન અંગે સરકાર પુનર્વિચાર કરે !’ કેરળ શાસ્ત્ર સાહિત્ય પરિષદે કહ્યું કે ‘આ તો શિક્ષણનું ભગવાકરણ છે !’

કેન્દ્ર સરકાર સત્તામાં ટકી રહેવા માટે ધાર્મિક પ્રતિકોનો ઉપયોગ કરે છે. કામધેનુ આયોગની રચનાનો હેતુ ગાયો માટે નથી; સત્તા માટે છે ! ગૌવંશનો કાયદો કરનાર ગુજરાત સરકારે છેલ્લા 25 વરસમાં એક પણ ગૌશાળા/પાંજરાપોળ ખોલી નથી ! પડતર જમીનો કોર્પોરેટ હાઉસને સોંપી દીધી છે ! ગાય દૂધ દેતી બંધ થઈ જાય તો લોકો તેને છોડી મૂકે છે ! ગુજરાતનું એક પણ ગામ/ટાઉન/શહેર એવું નથી; જ્યાં રેઢિયાર ગાયોનો ત્રાસ ન હોય ! ગાય દેશી હોય, જર્સી હોય કે HF-Holstein Friesian હોય; તેમના દૂધમાં સોનાના કણો ન હોય ! એની કતલ થાય તે વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ ન બને ! એનું છાણ ગમે તેટલું લીપો તોપણ ઝેરી ગેસ કે વિષાણુઓ અટકાવી શકાય નહીં ! ગાયને સ્પર્શ કરવાથી કેન્સર કે કોરોના ન મટે ! કેન્દ્ર સરકાર, દેશી ગાયનું મહત્વ વધારવા અંધશ્રદ્ધાનો વધારે મસાલો નાખીને ગૌવિજ્ઞાન-Cow Science પરીક્ષા યોજશે; તે નક્કી છે !rs

Sharuaat

સેંકડો યુવાનો છે જે ખરેખર પરિવર્તનનું કામ કરી રહ્યા છે અથવા તો આ વ્યવસ્થાને બદલવા રસ્તો શોધી રહ્યા છે. આવા યુવાદીપકો થકી બીજા યુવાઓને જગાડવા છે, ભ્રષ્ટ વ્યવસ્થા સામે લડતા કરવા છે. સાથે સાથે જે યુવાનોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળી રહ્યું તેમને પણ મદદ કરવી એવો અમારો આશય છે. રાજકીય, સામાજિક, કળા, સાહિત્ય, IT, સોસીઅલ મીડિયા, વિજ્ઞાન, સંશોધન, વિગેરે એમ દરેક ક્ષેત્રમાં, યુવાનો માટે જે અગણિત સંભાવનાઓ છુપાયેલી છે, એ તેમને આ મેગેઝીનના માધ્યમથી તેમના હાથની હથેળી સુધી પહોંચાડવી છે. આ આર્ટીકલ વિષે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી લખજો. જય ભારત યુવા ભારત યુવાશક્તિ ઝીંદાબાદ કૌશિક પરમાર સંપાદક ૮૧૪૧૧૯૧૩૧૧

You may also like...

Leave a Reply

Your email address will not be published.