વિશ્વગુરુ | અમેરિકા ભારતથી આગળ હોવાનું કારણ શું છે?

અમેરિકાના ગોરાઓ કાળા નીગ્રોના હકક માટે લડયા અને આજે અમેરિકા કયા છે?
એ સયુંકત રાજય અમેરિકા છે જયા માર્ટિન લ્યુથરની સામાજિક ક્રાંતિની લડતમાં ગોરાઓ પણ કાળા નીગ્રોની નેતાગીરી હેઠળ રોડ પર ઉતર્યા અને અમેરીકા એક સયુંકત રાજય અમેરિકા બની રહ્યું જયા ગોરાઓએ બરાક ઓબામાને રાષ્ટ્રપતિ તરીકે સ્વીકાર્યા.
જયારે ભારતમાં બુદ્ધ, ફુલે, આંબેડકર, પેરિયારે જ કેમ જાતિની વિરુદ્ધ સૌથી મોટું આંદોલન ચલાવ્યું?
કેમ સાવિત્રીબાઈ-ફાતિમા શેખ જ છોકરીઓ માટે સ્કુલો ખોલીને સ્ત્રી શિક્ષણ માટે લડી?
કેમ કોઈ કાંશીરામ જ બહુજનોના હકક માટે રોડ પર ઉતર્યા?
શું કોઈ સવર્ણ આજ સુધી ભારતમાં આરક્ષણ કેમ લાગુ ના થયું તે માટે શહીદ થયો?
આજ મોટામાં મોટી સમસ્યા છે સવર્ણ માનસિકતાની, જે ગુરુતાગ્રંથિથી ભરાયેલી છે અને જે પોતાની સામે ઉભા થયેલા દરેક અવાજને અટપટા દંભીસ્તાનમા દફનાવી નાખે છે.
કયારે આપણે પવિત્રતારુપી જનોઈ-અટકો ફગાવીને માણસ બનવાના પ્રયત્નો ચાલું કરીશું?
અમેરિકાના ગોરાઓ કાળા નીગ્રોના હકક માટે લડયા અને આજે અમેરિકા કયા છે?
જયારે ભારતીય સવર્ણોએ કયારેય જાતિ ઉન્મૂલન માટે કોઈ આંદોલન નથી કર્યું. અમુક પ્રગતિશીલ સવર્ણોએ પણ હિંદુ ધર્મના જાતિના વાડામાં રહીને અવાજ ઉઠાવ્યો તો તેઓ મનુવાદી સવર્ણોના વિરોધનો ભોગ બન્યા.
હજુ પણ તક છે સવર્ણોએ આગળ આવીને બુદ્ધ, ફુલે, આંબેડકર, પેરિયાર, કાંશીરામથી પણ વધુ સામાજીક ક્રાંતિના અગ્રદૂત બનીને જાતિ ઉન્મૂલનનું આંદોલન ચલાવવું રહ્યું, જેની શરુંઆત જાતિ જનગણનાથી થાય, દરેકને પોતપોતાનો હકક મળે, પછી સૌ સાથે મળીને જાતિને ખત્મ કરી નાંખે.
ત્યારબાદ કદાચ આપણને બહુજનોના અવાજમાં આવેલા આક્રોશને લઘુતાગ્રંથિની કડવાહટ કે પ્રતિશોધ કહેવાની જરુર નહી પડે.
તો પછી આપણે
બુદ્ધ
કબીર
રૈદાસ
બિરસા
ફુલે
આંબેડકર
પેરિયારના આક્રોશને શું કહીશું?
શું આપણે લિંગ સમાનતાના પ્રશ્નને પુરુષ સામેની કડવાહટ કે પ્રતિશોધ કહીશું?
પોતાના વર્તુળોમાથી નીકળીને દરેકના હિત માટે વિચારવાની અપીલ જો કોઈને કરવાની છે તો એ મનુવાદી સામંતી શહેરી અમીર સવર્ણ પુરુષને કરવાની છે, જે સૌથી શક્તિશાળી અને બિમાર માનસિકતાથી પીડીત પણ છે. જો તેઓ તેમની ગુરુતાગ્રંથિની માનસિકતામાં સુધારો કરશે તો લોકતંત્ર બચી જશે.
સામાજિક ન્યાયની લડત લડતી નવી પેઢી જનવાદી છે, લોકતાંત્રિક છે, દરેકના હિતો માટે લડતી આ પેઢીને સાથ આપીને પાપ ધોઈ શકાય તેમ છે.
સવર્ણોએ જ કેમ દરેક ક્ષેત્રની લીડરશીપ કરવી છે.
ભાઈ સાહેબ નેતા જ કેમ બનવું છે તમારે?
દરી પાથરો,ચોપાનિયા-પત્રિકા વહેચો, ભીડ એકઠી કરીને મંચ બનાવવામાં મદદ કરો, કુરબાની આપો અને નેતા કોઈ વંચિતો પછાતો મુસલમાનને બનવા દો. દરેક જગ્યાએ તમે માઈક છીનવીને મંચ પર કબજો કરી લો છો.
દરેક સમયે નેતા તમે જ કેમ બનો છો મહારાજ!!?
ડૉ. અરવિંદ અરહંત